દુનિયા નો એક માત્ર ટાપુ જ્યાં ફક્ત મહિલાઓ જ માણે છે મજા, પુરુષો માટે પરવાનગી નથી..

અજબ-ગજબ

લોકો ઘણીવાર તેમની રજાઓ ગાળવા માટે ટાપુ પર જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો ટાપુ છે જ્યાં માત્ર મહિલાઓ જ મજા કરી શકે છે. અહીં પુરુષોને મંજૂરી નથી. આ ટાપુને ડિઝાઇન કરવાનો હેતુ મહિલાઓને તેમની વ્યસ્ત દિનચર્યામાંથી વિરામ આપવાનો અને તેમના જીવનને સુખી બનાવવાનો છે. આ અનોખા ટાપુનું નામ સુપરશી છે. તે ફિનલેન્ડમાં છે.

ફિનલેન્ડના બાલ્ટિક સમુદ્રની નજીક સ્થિત આ ટાપુ 8.47 એકરમાં ફેલાયેલો છે. તેને અમેરિકાની એક બિઝનેસ મહિલા ક્રિસ્ટીના રોથે ખરીદી છે. તે કહે છે કે તે પોતાની રજાઓ એવી જગ્યાએ વિતાવવા માંગતી હતી જ્યાં મહિલાઓ મુક્તપણે પોતાનું જીવન જીવી શકે. એટલા માટે તેણે આ ટાપુ ખરીદ્યો. આ ટાપુમાં, તેણીએ મહિલાઓની ફિટનેસ અને પોષણ સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખ્યું છે.

રોથનું માનવું છે કે રોજિંદા જીવનના વ્યસ્ત જીવનમાં મહિલાઓને સમય મળતો નથી. આવી સ્થિતિમાં તે આ રિસોર્ટમાં રહીને શાંતિ મેળવી શકે છે. આ રિસોર્ટમાં 4 કેબિન છે. રિસોર્ટમાં સ્પા, સન બાથ સહિત અન્ય ઘણી સુવિધાઓ હશે. તમામ કેબિન સંપૂર્ણપણે આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવી છે. દરેક કેબિનની કિંમત આશરે બેથી ચાર લાખ રૂપિયા સુધીની હોય છે.

જેમાં મહિલાઓ ફુરસદમાં પાંચ દિવસ સુધી ગાળી શકે છે.આ ટાપુની મુલાકાત લેવા માટે ટિકિટ બુક કરતા પહેલા મહિલાઓએ તેની મંજૂરી લેવી પડશે. આ સિવાય તેઓએ ઓનલાઈન ઈન્ટરવ્યુ પણ આપવો પડશે. જો ઇંટરવ્યૂ માં પાસ થશે. તે યુવતીઓ ને જ આ ટાપુ પર આવવાની પરવાનગી મળશે. આ ટાપુ પર કોઈ પણ પુરુષો ને આવવા માટે પરવાનગી નથી. ફક્ત મહિલાઓ જ અહિયાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *