taarak Mehta Ka Ooltah Chashmah: અફેરની ખબરો વચ્ચે ‘બબીતાજી’ અને ‘ટપુ’નો રોમેન્ટિક PHOTO વાયરલ થયો, જોઈને આંખો પહોળી થશે

મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોને ખુબ ગમતો શો છે અને સતત 13 વર્ષથી તે લોકોને પેટ પકડીને હસાવ્યા કરે છે. આવામાં શોના દરેક પાત્ર લોકોના હ્રદયમાં વસેલા છે. શોના મુખ્ય પાત્રોમાંથી બે એવા બબીતાજી ( મુનમુન દત્તા) અને ટપુ (રાજ અનડકટ)ની જોડી આજકાલ અફેરની અફવાઓના કારણે ખુબ ચર્ચામાં છે. આ જ કડીમાં તેમનો એક ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તસવીરમાં બંને ખુબ નીકટ જોવા મળી રહ્યા છે.

ટીવી અભિનેત્રી મુનમુન દત્તા અને રાજ અનડકટની એક તસવીર સામે આવી છે. આ તસવીરને તેમના ફેન પેજ પર શેર કરાઈ છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે મુનમુન દત્તાએ રાજના હાથમાં હાથ નાખ્યો છે અને બંને સ્માઈલ કરી રહ્યા છે. ફોટો જોયા બાદ એકવાર ફરીથી મુનમુન દત્તા અને રાજ અનડકટના અફેર અને લવ એંગલની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

તસવીરમાં જોઈ શકાય છે કે મુનમુન દત્તાએ ઓરેન્જ અને ક્રીમ કલરનું ફ્લોરલ પ્રિન્ટનું ટોપ પહેર્યું છે. જ્યારે રાજ વ્હાઈટ અને ગ્રે કલરની હુડી ટીશર્ટમાં ખુબ હેન્ડસમ દેખાઈ રહ્યો છે. આ તસવીર વાયરલ થતા જ એકબાજુ ફેન્સ તેને વખાણી રહ્યા છે તો કેટલાક લોકો બંનેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *