1 Activa ની કિંમતમાં ખરીદો 2 ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં 120KM સુધી દોડશે..

લાઇફસ્ટાઇલ

દેશની ઇલેક્ટૃક ટૂ વ્હીલર વાહન નિર્માતા કંપની કોમાકીએ ગત વર્ષે જૂનમાં જ XGT-X1 સ્કૂટર લોન્ચ કર્યું હતું. તો બીજી તરફ કંપનીએ આ વર્ષે તેની કિંમતમાં સુધારો કર્યો છે. હવે લિથિયમ-આયન બેટરી સાથે તેની કિંમત 60,000 રૂપિયા અને Gel battery 45,000 રૂપિયા છે.

Komaki XGT-X1 Electric Scooter ના ફીચર્સ

Komaki XGT-X1 માં ટેલીસ્કોપિક શોકર્સ, રિમોટ લોક, એંટી-થેફ્ટ લોક સિસ્ટમ, સિંક્રોનાઇઝડ બ્રેકીંગ સિસ્ટમ વગેરે જેવા ફીચર્સ સામેલ છે. કોમાકી પોતાની લિથિયમ આયન બેટરી પર 2+1 (1-વર્ષની સર્વિસ વોરંટી) વર્ષ અને લેડ-એસિડ બટરી પર એક વર્ષની વોરન્ટી પણ આપી રહી છે. કંપની તરફથી XGT-X1 માં એક મોટો ટ્રંક હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ એક સ્માર્ટ ડેશબોર્ડ સાથે આવે છે. તેમાં રિમોટ ડાયગ્નોસ્ટિક્સ માટે સેન્સર પણ છે અને આ રિમોટ લોક સાથે પણ આવે છે.

સ્કૂટરની રેંજ આટલી જોરદાર

આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઇકો મોડમાં 100 કિલોમીટરથી 120 કિલોમીટર સુધી રેંજ આપવામાં સક્ષમ છે જોકે તેના ખરીદદારોને વધુ પ્રભાવિત કરે છે.

‘ઇ-સ્કૂટરનું વધશે વેચાણ’

કોમાકી ઇલેક્ટ્રિક ડીવીઝનના નિર્દેશક ગુંજન મલ્હોત્રાએ કહ્યું કે આગામી સમયમાં આ ઇ-સ્કૂટરને વધુ ગ્રાહકો મળશે. ખાસ કરીને જ્યારે દેશમાં ફ્યૂલ પ્રાઇસિસ પોતાના રેકોર્ડ સ્તર પર છે. કંપનીએ પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે હંમેશાની માફક અમે વ્હીકલ્સને અદભૂત વિશેષતાઓ સાથે રજૂ કરતી વખતે ધ્યાન કેંદ્રીય કર્યું છે, જે કોમાકી ઇલેક્ટ્રિક વ્હીકલ્સની વિશેષતાઓ છે. પેટ્રોલની કિંમતો અને પ્રદૂષણના સ્તરને જોતાં, કંપનીને વિશ્વાસ છે કે હવે સમય આવી ગયો છે જ્યારે ઇલેક્ટ્રિક વાહનોની તરફ વલણ શરૂ કરવામાં આવે.

ભાવમાં કોઇ મુકાબલો નહી

સામાન્ય રીતે Activa સ્કૂટરની કિંમત 85,000 ની આસપાસ રહે છે. પરંતુ Komaki XGT-X1 ની નવી કિંમત એટલી ઓછી છે કે ગ્રાહક એક Activa ના ખર્ચમાં 2 Komaki સ્કૂટર લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *