Activaને ટક્કર આપવા આવી રહ્યો છે Tvs Jupiterનો નવો અવતાર, જાણો શું છે કિંમત અને ફિચર્સ..

લાઇફસ્ટાઇલ

દેશની 2 વ્હીલર વાહન નિર્માતા કંપની ટીવીએસ મોટર કંપનીએ પોતના લોકપ્રિય સ્કૂટરના 125cc વર્ઝનને લોન્ચ કરી દીધું છે. જેની કિંમત 73,400 રૂપિયાથી શરૂ થઈ રહી છે. જણાવી દઈએ કે કંપની પહેલા જ આ સ્કૂટરનું 110CC વર્ઝન વેચી રહી છે અને Jupiter 125 પ્રોડક્શન પોર્ટફોલિયોમાં વધારો કરશે. કંપની અનુસાર આ નવું મોડલ ઘણા એવા ફિચર્સથી લેસ છે જે સેગમેન્ટમાં પહેલી વખત આપવામાં આવ્યા છે.

શું છે ફિચર્સ અને શું છે નવા એન્જિનમાં ખાસ

Tvs Jupiter 125ccના ખાસ ફિચર્સની યાદીમાં નવા એન્ટ્રી ઈન્ટેલી-ગો ટેક્નોલોજી, એલોય વ્હીલ્સ, ડિસ્ક બ્રેક્સ, બિગ-ઈન-સેગમેન્ટ બૂટ, યુએસબી સોકેટ અને એક્સટર્નલ ફ્યુલ-ફિલર લિડ જેવી સુવિધાઓને શામેલ કરવામાં આવ્યા છે. એન્જિનમાં નવું 124.8cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન મળે છે. જે 8.3 પીએસનો પાવર અને 10.5 એનએમનું પીક ટોર્ક આપે છે. જણાવી દઈએ કે આ એન્જિન સીવીટી ગિયરબોક્સની સાથે આવે છે. કંપનીનો દાવો છે કે એન્જિનને ખૂબ લીનિયર પાવર અને ટોર્ક આઉટપુર આપવા માટે ટ્યુન કરવામાં આવ્યું છે.

ત્રણ કલરમાં મળશે TVSનું નવું મોડલ

TVSનો દાવો છે કે આ જ્યુપિટર 125 માટે એક સંપૂર્ણ રીતે નવા ચેસિસ અને ફ્રેમ પણ તૈયાર કરે છે. સ્કૂટરને ત્રણ કલર ઓપ્શન-ઓરેન્જ, ગ્રે અને બ્લુમાં ઉપલ્બધ કરાવવામાં આવશે. ત્યાં જ સ્કૂટરની ડિલિવરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે અને આ ભારતમાં હોન્ડા એક્ટિવા 125 અને સુઝુકી એક્સેસ 125 જેવા અન્ય 125CC સેગમેન્ટના સ્કૂટર્સને ટક્કપ આપશે.

કંપનીની રાય

ટીવીએસ મોટર કંપનીના નિર્દેશક અને સીઈઓ કેએન રાધાકૃષ્ણને જણાવ્યું કે, “2013માં પોતાની સ્થાપના બાદથી, ટીવીએસ જ્યુપિટર ઘણા પ્રથમ-ઈન-સેગમેન્ટ સુવિધાઓની સાથે દેશમાં સૌથી લોકપ્રિય સ્કૂટરમાંથી એક રહ્યું છે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે ટીવીએસ જ્યુપિટર 125 એવી જરૂરીયાતો માટે એકદમ ઉપયોગી રહેશે. “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *