દિવાળી પહેલા મનગમતી ગાડીનું સપનું થશે સાકાર, આ SUV પર મળી રહ્યું છે 1.05 લાખની છૂટ

લાઇફસ્ટાઇલ

શું છે ઓફર?

Renault Kiger દેશની સૌથી સસ્તી સબ-કોમ્પેક્ટ એસયુવીમાંથી એક છે. કંપની આ ગાડી પર કુલ 1.05 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આવો જાણીએ સમગ્ર માહિતી. રેનો કાઈગર સબ કોમ્પેક્ટ SUV પર કોઈ પણ પ્રકારનું કેશ ડિસ્કાઉન્ટ અથવા એકસ્ચેન્જ બોનસ નથી. જોકે, કંપની 95 હજાર રૂપિયા સુધીનુ લોયલ્ટી બેનિફિટ ફરજીયાત આપી રહી છે. આ સુવિધાનો લાભ એવા ગ્રાહકોને આપવામાં આવે છે, જે પહેલેથી રેનોની કારનો ઉપયોગ કરી રહ્યાં છે. આ ઉપરાંત 10 હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ રીતે કુલ ડિસ્કાઉન્ટ મળીને 1.05 લાખ રૂપિયા થાય છે. ઉલ્લેખનીય છે કે, Renault Kigerની કિંમત 5.64 લાખ રૂપિયાથી 10.09 લાખ રૂપિયા સુધી છે.

Renault Kiger ના ફીચર્સ

Renault Kiger સબ કોમ્પેક્ટ એસયુવીમાં પુશ-બટન સ્ટાર્ટ-સ્ટોપ, LED હેડલાઈટ્સ, વાયરલેસ Android Auto અને Apple CarPlayની સાથે 8-ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિગ, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ અને PM 2.5 એર લિફ્ટર જેવા ફીચર્સ આપવામાં આવ્યાં છે. સેફ્ટી માટે તેમાં ચાર એરબેગ, EBDની સાથે ABS અને રિયર પાર્કિગ સેન્સર સામેલ છે.

SUV બે પેટ્રોલ એન્જિન વિકલ્પની સાથે મળશે

આ SUV બે પેટ્રોલ એન્જિન વિકલ્પની સાથે મળશે. જેની 1.0 લીટરની ક્ષમતાને નેચરલ એસ્પાયર્ડ એન્જિન 72 PSની પાવર અને 96 Nm નુ ટોર્ક જનરેટ કરે છે. તો તેનુ ટર્બો એન્જિન 100 PSની પાવર અને 160 Nmનું ટોર્ક જનરેટ કરે છે. આ એસયુવી મેન્યુઅલ અને ઓટોમેટીક ટ્રાન્સમિશન બંને ગિયરબોક્સ સાથે મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *