શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટે ત્યારે ખાસ કરીને આ વસ્તુ થી દૂર રહો નહિ તો પડી જશે લેવા ના દેવા..

હેલ્થ

કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચ્યો છે ત્યારે હોસ્પિટલો દર્દીઓ છલકાઇ રહી છે. જ્યાં જુઓ ત્યાં ઓક્સીજનની અછત દેખાઇ રહી છે. દર્દીઓની હાલત ખરાબ છે તેમનાથી વધાકે તેમના પરિજનો દુ:ખી છે. મહામારીએ એટલી હદે મુશ્કેલી સર્જી છે કે લોકો હવે ડરી રહ્યા છે. કોરોના વાયરસની એવી ખરાબ હાલત થઇ છે કે હવે હેલ્થ ઓથોરીટીઝ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપે છે. ડોક્ટરોનુ કહેવુ છે કે જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો હોસ્પિટલમાં જવાની જરૂર નથી.

જો ઓક્સીમીટર પર ઓક્સીજન લેવલ સતત 90ની નીચે આવે તો જ હોસ્પિટલમાં જવાનો આગ્રહ રાખો. આ સિવાય જે પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમણે કેટલીક વાતોનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ.

webmd એક રીપોર્ટ અનુસાર શરીરમાં ઓક્સીજનની કમી થાય ત્યારે ગેસ સ્ટવ,મીણબતી, ફાયરપ્લેસ, વિજળી કે ગેસ હીટર જેવી વસ્તુઓથી 5 ફૂટ દુર જ રહેવુ. આવી વસ્તુઓ નજીક હોય તો પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

પેન્ટ થિનર, એરયોસેલ સ્પ્રે, ક્લીનિંગ ફ્લુડ જેવા ફ્લેમેબલ પ્રોડક્ટનો બિલકુલ ઉપયોગ ન કરશો. પેટ્રોલિયમ, ઓયલ, ગ્રીસ બેસ્ડ ક્રીમ કે વેસેલીન જેવી વસ્તુઓ છાતી પર કે શરીરના કોઇ અંગ પર ન લગાવશો.

જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે તો ભુલથી પણ ધુમ્રપાન ન કરશો. સિગરેટ-બીડી પીવાવાળાથી દુર જ રહેવુ. ઘરમાં ઉપયોગમાં આવતી કેમિકલથી બનેલી ખુશ્બુવાળી અગરબત્તી કે ધુપબત્તીના ધુમાડાના સંપર્કમાં ન આવશો. ઘરના બારી બારણા ખુલ્લા રાખો. ખુલ્લી હવામાં શ્વાસ લો. વાતાવરણ ખુલ્લુ હોય એવી શાંત જગ્યાએ થોડો સમય વિતાવો. પ્રાણાયામ કરો. આનાથી તમારા ફેફસા મજબુત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *