તમને ખૂબ જ ભૂખ લાગી હોય અને તમને ખ્યાલ ન હોય કે શું બનાવવું છે તો પૌંઆ એક બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે. તેનાથી તમે અનેક નવી રેસિપિ બનાવી શકો છો. તે તમારા વજનને પણ કંટ્રોલમાં રાખે છે. પૌંઆની ખાસિયત છે કે તમે તેને સરળતાથી સ્ટોર કરી શકો છો. આ દરેક ઉંમરના લોકોને પસંદ પણ આવે છે. આ સિવાય તમે તેને તમારા ટેસ્ટના અનુસાર બનાવીને ખાઈ શકો છો.
આ છે પૌંઆ ખાવાના ફાયદા
ન્યૂટ્રિશનથી ભરપૂર
પૌંઆમાં વિટામિન એ, વિટામીન સી, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ફાઈબર, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ હોય છે. જે શરીરની જરૂરિયાતના અનુસાર પૂરતા છે. આ સિવાય તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ શૂન્ય હોય છે.
ફાઈબરથી ભરપૂર
પૌંઆમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે. તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેનાથી તમને ભૂખ ઓછી લાગે છે. તમારું પાચનતંત્ર સિવાય આંતરડાને પણ સાફ રાખવાનું કામ કરે છે. ડાયટના આધારે આ એકસ્ટ્રા બોડી ફેટને ઘટાડવામાં પણ મદદ કરે છે.
એનર્જીથી ભરપૂર
પૌંઆમાં હેલ્ધઈ કાર્બોહાઈડ્રેટ હોય છે જેનાથી લાંબા સમય સુધી બોડીને એનર્જી મળે છે. પૌંઆમાં 76.9 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે અને 23 ટકા ફેટ હોય છે. તેનાથી લાંબા સમય સુધી વજન ઓછું રહે છે.
પચવામાં સરળ
પૌંઆ પચવામાં સરળ છે. તે સુપાચ્ય હોવાની સાથે પાચનતંત્રને પણ સારું રાખે છે. શરીરમાં બ્લોટિંગની સમસ્યાને દૂર કરે છે.
બ્લડ શુગરને રાખે છે સારું
પૌંઆમાં ફાઈબર અને આયર્ન હોય છે જેનાથી બ્લડ શુગરનું પ્રમાણ સારું રહે છે. શુગરના દર્દી માટે પૌંઆ બેસ્ટ ઓપ્શન છે.
બોડીને રાખે છે શેપમાં
પૌંઆમાં ઓછી કેલેરી હોય છે. એવામાં વધતા વજનથી પરેશાન છો તો નાસ્તાના રૂપમાં પૌંઆનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વજન કંટ્રોલમાં રહેવાની સાથે સાથે બોડીને શેપમાં રાખે છે.