પૃથ્વી પરથી 5 સેકન્ડ માટે ઓક્સિજન જતું રે તો આવી શકે મહાપ્રલય, જાણો કેવા થાય પૃથ્વી ના હાલ..

અજબ-ગજબ

કોરોના કાળમાં ઓક્સિજનનું મહત્વ સૌને સમજાઈ ગયું. આ બીજી લહેર દરમિયાન ઓક્સિજનની (Oxygen) ઉણપના કારણે કેટલાય બાળકોના માથેથી માતા પિતાની છાયા જતી રહી. કેટલાય ઘરમાં સદાય માટે શોક થઇ ગયો. આવા સમયે સોશિયલ મીડિયા પર વૃક્ષના મહત્વ અને વૃક્ષ વાવવાની વાતોની પણ લહેર આવી.

હકીકતમાં તો ભાગ્યે જ કોઈ સારા માણસોએ વૃક્ષ વાવ્યા હશે. કોરોના બાદ તાઉ’ તે વાવાઝોડું પણ આવ્યું. કોરોના, વાવાઝોડા અને સોશિયલ મીડીયાના જ્ઞાનની લહેરોથી બચીને આજે સૌ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યા છે. આજના વિશ્વ પર્યાવરણ દિવસ (world environment day) નિમિત્તે એક રસપ્રદ માહિતી આપની સાથે શેર કરવી છે. શું તમે ક્યારય વિચાર્યું છે કે આ પૃથ્વી પરથી જો માત્ર 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઇ જાય તો શું થાય?

જેબો જ ઓક્સિજન ગાયબ થઈ જશે, પૃથ્વીનું વાતાવરણ અત્યંત ઠંડુ થઈ જશે. અને જ્યારે ઓઝોનનું સથર અડધું થઇ જશે ત્યારે દરિયા કિનારે સન બાથ લઈ રહેલા લોકો આંખના પલકારામાં સનબર્નથી બળી જશે. આકાશનો રંગ વાદળી નહીં પણ કાળો જોવા મળશે. ચારે બાજુ અંધારું થઈ જશે.

ઓક્સિજન ગાયબ થવાથી તરત જમીન તૂટી જશે અને પૃથ્વી પરના તમામ જીવંત પ્રાણીઓ સહીત જમીન 10-15 કિલોમીટર નીચે પડી જશે. આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ 88.8% હોય છે. ઓક્સિજનની ગેરહાજરીમાં પાણી હાઇડ્રોજન વાયુની સ્થિતિમાં ફેરવાઈ જશે અને તેનું પ્રમાણ પણ ઘણી હદ સુધી વધશે.

આવી સ્થિતિમાં શ્વાસ અટકી જવાથી વ્યક્તિ ફૂલીને ફાટી જશે. પૃથ્વીની ગોદમાં રહેલા દરેક જીવના મોત આ રીતે જ થશે. સૌ પ્રથમ કાનનો પડદો ફાટી જશે.

કોઈ હોલીવુડ ફિલ્મ જેવું લાગતું આ વર્ણન માત્ર 5 સેકન્ડની ઓક્સિજનની અનઉપસ્થિતિના કારણે હકીકતમાં પરિણમશે. તો તમે આ પરથી જ વિચારી શકો છો કે ઓક્સિજન કેટલો જરૂરી છે. અને આના માટે વૃક્ષ વાવવા કેટલા જરૂરી છે. તો આ સમય અને આજના પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને પર્યાવરણના જતનનો પ્રણ લેવો જરૂરી બન્યો છે. માણસોએ જ પોતાનું કર્તવ્ય સમજીને આ સૃષ્ટીનું જતન કરવું જ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *