આપણે સૌ જાણીએ છીએ કે દૂધ શરીર માટે કેટલું ઉપયોગી અને ઉત્તમ છે , એમાય જો એમાં હળદર નાખીને પીવામાં આવે તો એ અતિ ઉત્તમ કહેવાય છે. હળદર ને કુદરતી એન્ટીબાયોટીક કહેવાય છે એટલે એ ઘણા રોગોમાં ઉપયોગી થાય છે. હળદર અને દૂધ બંને ગુણકારી છે , એમાય જો બંને ને એક સાથે લેવામાં આવે તો એ ડબલ ગુણકારી નીવડે છે.
તો આવો જાણીએ હળદરવાળું દૂધ પીવાના ફાયદા :
-હાડકાને મજબૂત બનાવે : દરરોજ હળદર વાળું દૂધ પીવાથી શરીરને પર્યાપ્ત માત્રા માં કેલ્શિયમ મળે છે. જેનાથી હાડકા મજબૂત બને છે . હળદર વાળું દૂધ ઓસ્ટીયોપોરેસીસ ના દર્દી ને રાહત પન્હોચાડે છે.
-શરદી- ખાંસી માં રાહત આપે : શરદી અને ખાંસી માટે તો હળદર વાળું દૂધ ઉત્તમ છે. હળદર વાળું મુક્ત રેડીકલ્સ સામે લડવામાં મદદરૂપ થતા એન્ટીબાયોટીક નો સ્ત્રોત છે . જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે .
-લીવરને મજબૂત બનાવે : હળદર વાળું દૂધ લીવરને મજબૂત બનાવે છે. આ સિવાય લીવર સંબંધિત રોગો થી શરીર નું રક્ષણ કરે છે.
-કીમોથેરેપીના ખરાબ પ્રભાવને દૂર કરે : એક સંશોધન પ્રમાણે હળદર ની અંદર રહેલા તત્વો કેન્સર કોશિકાઓ થી ડીએનએ ને થતા નુકસાન ને રોકે છે . તેમજ કીમોથેરેપીના દુષ્પ્રભાવ ને રોકે છે
-ગઠીયા વા માં રાહત : હળદર વાળું દૂધ સાંધા અને માંસ પેશીઓ માં લચીલાપણું લાવે છે. આ ઉપરાંત હાથ પગમાં સોજા આવ્યા હોય તો હળદર વાળું નવશેકું દૂધ રાહત અપાવે છે.
-શરીરને સુડોળ બનાવે : દરરોજ એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી શરીર સુડોળ બને છે. નવશેકા દૂધમાં હળદર નાખીને પીવાથી શરીરની વધારા ની ચરબી ઘટે છે. અને દૂધમાં રહેલું કેલ્શિયમ અને હળદર ના એન્ટીબાયોટીક તત્વો વેઇટ લોસ કરવામાં પણ મદદરૂપ થાય છે.
-અલ્સર મટાડે : હળદર વાળું દૂધ પીવાથી આંતરડા સાફ રહે છે . આણી સાથે સાથે પેટના ચાંદા અને અલ્સર માં રાહત આપે છે . હળદર વાળું દૂધ પીવાથી પાચનક્રિયા મજબૂત બને છે જેના લીધે ડાયેરિયા , અપચો અને અલ્સર થતું નથી.
-ચહેરા ની ચમક વધારે : દરરોજ હળદર વાળું દૂધ પીવાથી સ્કીનમાં અનોખો ગ્લો આવે છે , આ સિવાય હળદર વાળા દૂધમાં કોટન બોલ્સ ડબોળીને ચહેરા પર નિયમિત રીતે લગાવાથી ચહેરો ચમક્દાર અને મુલાયમ બને છે.
-કાનના દુખાવમાં રાહત : હળદર વાળું દૂધ પીવાથી કાનના દુખાવામાં રાહત થાય છે. હળદર વાળું દૂધ પીવાથી શરીર માં રક્ત નો સંચાર સુવ્યવસ્થિત રીતે થાય છે. જેના લીધે દુખાવામાં રાહત થાય છે.