સાહેબ, પત્ની પડખું આપતી નથી, મહેરબાની કરી ને છુટા-છેડા આપી દ્યો, પતિ એ ખખડવ્યા કોર્ટ ના દરવાજા..

અન્ય

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા યુવાન હિતેશ (નામ બદલ્યું)ના લગ્ન હેતુલ (નામ બદલ્યું) સાથે ધામધૂમથી થયાં હતાં. લગ્ન બાદ આ દંપતી વચ્ચે મનમેળ રહેતો ન હતો. હિતેશ બેચેન રહેતો હતો, કારણ કે પત્ની તેને શરીર સુખ આપતી ન હતી. જ્યારે પણ તે શરીર સંબંધની ડિમાન્ડ કરતો ત્યારે તેણી કોઈને કોઈ બહાનું આગળ ધરતી હતી. સમય જતાં દંપતી વચ્ચે ઝઘડા વધ્યા.

માંડ વર્ષ પણ હેતુલ સાસરીમાં ન રહી, તેણીએ પિયરમાં આશરો મેળવ્યો. બીજી તરફ પતિએ છુટાછેડા માટે ગુહાર લગાવી. પતિએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો કે, મારી પત્નીને સંયુક્ત કુટુંબમાં રહેવાનું ગમતું ન હતું. મારા પરિવાર સાથે તેણી અવારનવાર ઝઘડા કરતી હતી.

સામે પત્નીએ પણ કોર્ટમાં ખોરાકી મેળવવા અરજી કરી, જેમાં આ-રોપ મુકાયો કે, લગ્ન થયાને અઠવાડિયું પણ વીત્યું ન હતું ત્યાં દહેજ માટે ઉઘરાણું શરૂ કરાયું. તેણીને ઘરમાં નોકરાણીની માફક રાખવામાં આવતી હતી. ગં-દી ગા-ળો સાંભળવી પડતી હતી. સાસરિયાઓએ મા-ર મા-રીને ઘરમાંથી કા-ઢી મૂકી છે. આમ હાલ પિયરમાં ઓશિયાળું જીવન જીવી રહી હોવાથી ખોરાકી મળવી જોઈએ.

આ અરજી પર પતિએ વાંધો ઉઠાવ્યો કે, મારી પત્ની શિક્ષિત છે, તે જાતે આવક રળી શકે તેમ છે. આમ ભરણપોષણનો હુ-કમ ન થવો જોઈએ. બંને પક્ષોને સાંભળી કોર્ટે પરિણીતાની આ અરજી ગ્રાહ્ય રાખી છે. કોર્ટના આદેશ મુજબ હવે દર મહિને પતિ સાત હજાર ભરણપોષણ ભરશે. જ્યારે છુટા-છેડાનો મામલો હાલમાં પડતર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *