દયાબેનની વાપસીને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો શું કહ્યું પ્રોડ્યુસરે…

મનોરંજન

ઘણા એવા ટીવી શો છે જે આજે પણ વધારે સફળ માનવામાં આવે છે.આવી સ્થિતિમાં તારક મહેતાના ઉલટા ચશ્માની વાત કરવામાં આવે તો આ શો ઘરે ઘરે લોકપ્રિયતા ધરાવે છે.તમને જણાવી દઈએ કે આ શો આશરે 13 વર્ષથી પણ વધારે સમયથી લોકોને સારું મનોરંજન પૂરું પડતો આવ્યો છે.

Advertisement

તમને જણાવી દઈએ કે તારક મહેતાના ઉલટા ચશ્મા શોની લોકપ્રિયતા પાછળનું કારણ તેમાં રહેલા દરેક કલાકારો માનવામાં આવે છે.આ શોમાં રહેલા દરેક કલાકાર પોતાનામાં ઘણા અનોખા છે.તેમનો અભિનય પણ જોરદાર છે.આવી સ્થિતિમાં જો શોના લોકપ્રિય પાત્ર એટલે કે દયાબેનના પાત્રની વાત કરવામાં આવે તો તે ઘણા સમયથી આ શોમાં જોવા મળતા નથી.

દયાબેન એટલે દિશા વાકાણીના પરત ફરવા અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે, પરંતુ સ્પષ્ટપણે કંઇ બહાર આવ્યું નથી.પરંતુ હવે દિશાએ શો છોડવાના અહેવાલોની વચ્ચે નિર્માતાએ એમ પણ કહ્યું હતું કે દિશા જલ્દી શોમાં જોવા મળશે.હવે આ વાતને લઈને શોના નિર્માતા ફરીવાર ચર્ચામાં આવ્યા છે.

દરેક ચાહકો દિશા વાકાણીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.જયારે અસિત મોદીએ એવું પણ જણાવ્યું હતું દયાબેન એટલે કે દિશા વાકાણી પાછા આવે અને તે માટે હું અને મારી આખી ટીમ પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે.જયારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે દિશા એક બાળકની માતા છે આવી સ્થિતિમાં તે પોતાના બાળકની સંભાળ રાખી રહ્યા છે.

જયારે આ શોના દરેક ચાહકો દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે.હાલમાં આ શોમાં દયાબેન જોવા મળતા નથી,તો પણ દર્શકો આ શોને વધારે પસંદ કરી રહ્યા છે.પરંતુ આ શોની ટીમ પણ દયાબેનની વાપસીને લઈને રાહ જોઇને બેઠી છે.પરંતુ કોરોનાને કારણે આ શોમાં ઘણી અગવડતા આવી રહી છે.પરંતુ એક કે બે મહિનામાં તમને સારા સમાચાર મળી શકે છે.

તમને જણાવી દઈએ કે અસિતે એમ પણ કહ્યું કે જે પ્રેમ દિશાને દયાબેનના રૂપમાં મળ્યો હતો તે મળવો ખૂબ મુશ્કેલ છે.પરંતુ ઘણા ટૂંક સમયમાં દયાબેનને શોમાં આવશે.પરંતુ હાલમાં કોરોના હોવાથી નવા કોઈ પાત્રો આવી શકે તેમ નથી,પરંતુ માહોલ થોડો સુધરતાંની સાથે દયાબેન પણ પાછા આવશે.એવું જણાવ્યું હતું.

Advertisement

Leave a Reply

Your email address will not be published.