હવામાન વિભાગ ની મોટી આગાહી, આગામી દિવસો માં આ શેહરો માં પડશે ધોધમાર વરસાદ..

અન્ય

ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે આવી પહોંચ્યું છે જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામા આવી રહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, તાપી ડાંગ સહીત વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.તેમજ દરિયા કાંઠે માછીમારોને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં પડી શકે છે સાર્વત્રિક વરસાદ

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનના અંત સુધીમાં રાજ્યામાં સાર્વત્રિક વરસાદ પડશે. હાલ વલસાડમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. વલસાડમાં ગઇકાલ રાતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. કપરાડા વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી.

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ

ગુજરાતમાં પણ હવે ચોમાસાનું આગમન થયું છે. 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે તેવી હવામાન વિભાગે જાણકારી આપી છે. રાજ્યમાં ચોમાસાનો 6 દિવસ પૂર્વે પ્રવેશ થઈ ગયો છે. આગામી દિવસોમાંમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તેમજ વલસાડ અને નવસારી સહિત દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આગામી ત્રણ દિવસ અન્ય વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂન સુધીમાં સમગ્ર રાજયમાં ચોમાસુ સક્રિય થઈ જશે.

દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી ચોમાસું પહોંચ્યું

દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી ચોમાસું આવી ચૂક્યું છે ત્યારે બુધવારે વલસાડના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. દક્ષિણ ગુજરાતનાં અનેક તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડ, વાપી, પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો હતો તેમજ નવસારી, દાદરા નગર હવેલી, તાપી ડાંગ સહીત વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કાંઠ વિસ્તારમાં રહેતા માછીમારોને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસે તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે પરંતુ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું આગમન જલ્દી થયું છે. મુંબઈમાં પણ સમય પહેલા જ ચોમાસું શરૂ થઈ ગયું છે બુધવારે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી હતી સાથે જ આગામી 48 કલાક સુધી ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ તરફ અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *