હું 38 વર્ષની છું, મારા પતિ ના નિધન બાદ સામે વાળા યુવક સાથે સમાગમ કરું છું, પરંતુ હવે તે..

અન્ય

પ્રશ્ન : મારી દીકરી ખૂબ સુંદર છે અને ઘણા લોકો તેને કહે છે કે એણે મોડલિંગમાં ટ્રાય કરવાની જરૂર છે. મારી દીકરી અત્યાર સુધી આ અંગે ધ્યાન આપતી નહોતી, પણ હવે એને પણ આ બધી વાતો સાચી લાગવા માંડી છે અને એ મોડલ બનવા જીદ કરે છે. અમારા પરિવારમાં આવું બધું કોઇને પસંદ નથી. એને કેવી રીતે સમજાવવી? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : તમારી દીકરી જો સુંદર હોય અને લોકોને તેમ જ એને પોતાને વિશ્વાસ હોય કે એ સારી મોડલ બની શકે એમ છે, તો પછી તમારે એને એના ગમતા ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવી જોઇએ. તમારા પરિવારમાં કોઇને પસંદ ન હોય એ સમજી શકાય છે કેમ કે ઘણી વાર યુવતીઓ આવી ઘેલછામાં ગેરમાર્ગે દોરાઇ જવાની સંભાવના રહેતી હોય છે.

જોકે તમે પરિવારમાંથી કોઇને એની સાથે રહેવા માટે મોકલી શકો છો. વળી, આજની યુવતીઓ એટલી તો સમજદાર હોય છે કે પોતાનું સારું-ખરાબ શેમાં છે એ વિચારીને પછી જ આગળ વધે છે. તમે તમારા પરિવારને સમજાવો અને કોઇ સમજદાર પરિવારજનને એની સાથે મોકલીને એને ગમતાં ક્ષેત્રમાં આગળ વધવા દો તો વધારે સારું રહેશે.

જોકે તે આ ક્ષેત્રની પસંદગી કરે એ પહેલાં તેને એનાં ભયસ્થાન વિશે પણ જણાવી દો. તેને સમજાવો કે મોડલિંગનો વિકલ્પ ખોટો નથી પણ એમાં પણ સફળ થવા માટે એટલી જ મહેનત કરવી પડે છે જેટલી બીજા ક્ષેત્રમાં સફળ થવા માટે કરવી પડે. જો તમારી દીકરી મોડલિંગનાં ગ્લેમરથી અંજાઇને એ ફિલ્ડમાં જવા માગતી હોય તો એને રોકો અને જો તેને ખરેખર રસ હોય તેમજ મહેનત કરવાની તૈયારી હોય તો એને સપોર્ટ આપો.

પ્રશ્ન : હું 32 વર્ષનો સારી રીતે સેટલ્ડ થયેલો યુવક છું. મારા લગ્ન માટે પરિવારજનો છેલ્લા પાંચ વર્ષથી યુવતીની શોધ ચલાવી રહ્યા છે પણ હજી સુધી આ શક્ય નથી બન્યું. મારામાં કોઇ સમસ્યા નથી પણ આમ છતાં મારા લગ્ન થવામાં શું કામ મોડું થઇ રહ્યું છે એ માટેનાં કારણની ખબર નથી પડતી. આ સમસ્યાના ઉકેલ માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (વડોદરા)

ઉત્તર : આજકાલના ઘણા યુવાનો આ પ્રકારની સમસ્યાની સામનો કરી રહ્યા છે. જો તમારા લગ્ન થવામાં પણ મોડું થઈ રહ્યું છે તો સૌપ્રથમ તે પાછળનું કારણ સમજી લો. આજકાલ ઓનલાઈન ડેટિંગ અને મેટ્રિમોનિયલ વેબસાઈટના જમાનામાં લાઈફ પાર્ટનર શોધવાનું કામ મુશ્કેલ નથી રહ્યું તેમ છતાં આપણી આસપાસના કેટલાક લોકો એકલવાયું જીવન જીવતા જોવા મળી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે કેટલીક જ્યોતિષ સંબંધિત સમસ્યાના કારણે લગ્ન થવામાં મોડું થતું હોય છે. લગ્ન બાબતે વ્યક્તિનો સ્વભાવ અને વ્યવહાર કેવો છે તે જાણવું ખૂબ જરૂરી છે. તમારે એવી છોકરીની પસંદગી કરવી જોઈએ જે તમારા ઘર અને પરિવારને સંભાળે. લગ્ન માટે પાર્ટનર કેવો જોઈએ છે તે અંગે નક્કી કરેલા ચોક્કસ માપદંડ નહીં છોડવાનાં કારણે ઉંમર વીતી જતા પણ સમસ્યા નડે છે.

સમય સાથે બદલાવું જરૂરી છે, સમય સાથે ચાલવું અને તે અનુરૂપ સ્વીકાર કરતા શીખવું જોઈએ. ઘણાં યુવક-યુવતી સાથે એવું પણ બનતું હોય છે કે લગ્ન સંબંધમાં વારંવાર ના સાંભળવા મળતા તેમના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. આ કારણે પણ તેઓ લગ્ન કરવા માટે જલદી તૈયાર થતા નથી. આ સિવાય જ્યારે તમે સંભવિત પાર્ટનરને મળવા જાઓ ત્યારે સૌપ્રથમ તેની પસંદગી, શોખ, તેને શું ગમે છે અને શું નથી ગમતંુ જેવી બાબતો પણ જાણવી જરૂરી છે…નહીં તો ભવિષ્યમાં તકલીફનો સામનો કરવો પડી શકે છે.

પ્રશ્ન : હું 38 વર્ષની છું, આઠ વર્ષ પેહલા મારા પતિ નું નિધન થઇ ગયું હતું હાલ માં મારે એક પણ સંતાન નથી. અમારા લવ મેરેજ થયા હતા હું મારા પતિ ને ખુબજ પ્રેમ કરતી હતી માટે મેં હજુ બીજા લગ્ન કર્યા નથી પરંતુ શરીર ની સંતુષ્ટિ માટે મારા સામે રેહતા યુવક સાથે મેં અનેક વાર શરીર સુખ માણ્યું છે. તે મારા થી 13 વર્ષ નેનો છે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે હું હવે થોડી ચિંતિત છું કે હવે મારે શું કરવું કોઈ સારી સલાહ આપવા વિંનતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *