ઇતિહાસ ના આ યોદ્ધા જેણે કર્યા આવા મહાન કામ જેથી આપડે આજે પણ યાદ કરીએ છીએ..

અજબ-ગજબ

રાજપૂત વંશની સૌથી સારી વાત એે છે કે એ કાલે પણ પોતાના કર્મોથી દેશનું નામ રોશન કરી રહ્યા હતા અને આજે પણ કરી રહ્યા છે. તો આવો મળીએ લોકપ્રિય રાજપૂત યોદ્ધાઓને.

રાવલ જૈસલ સિંહ

મહારાવલ જૈસલ સિંહ જેસલમેરના એક યદુવંશી ભાટી રાજપૂત હતા. 12મી શતાબ્દિમાં જૈસલ સિંહે જેસલમેરની સ્થાપના કરી હતી.

રાણી પદ્મીની

રાણી પદ્મીની ચિત્તોડની રાજા રાવલ રત્નસિંહની રાણી હતી. કહેવાય છે કે ખિલજીના હુમલા સમયે તેઓેએ પોતાના સમ્માનની રક્ષા કરવાની સાથે 1303માં જોહર કરી લીઘું હતું.

રાજા રાવલ રતન સિંહ

રતન સિંહ મેવાડના એક બહાદુર રાજા હતા. રાજાએ ચિત્તોડગઢની ઘેરાબંધી કરીને અલાઉદ્દીન ખિલજીના વિરુદ્ધમાં નીડરતાથી લડાઈ લડી હતી.

રાવ જોધા

રાવ જોધા મારવાડના રાજા હતા. તે એક બહાદુર શાસક હોવાની સાથે સાથે જોધપુરના સંસ્થાપક પણ હતા.

મહારાણા પ્રતાપ

મહારાણા પ્રતાપ હિંદુસ્તાનના એક વીર યોદ્ધાઓમાં છે જેની વાતો બાળપણથી સાંભળવા મળી રહી છે. તે પણ રાજપૂત વંશના હતા અને આજે પણ દરેક હિન્દુસ્તાનીને તેમની પર ગર્વ છે.

માન સિંહ તોમર

માન સિંહ તોમર ગ્વાલિયરના એક રાજપૂત તોમર શાસક હતા. તેઓએ 1486માં રાજ સિંહાસન ગ્રહણ કર્યું હતું.

દુર્ગાદાસ રાઠૌર

મેવાડના દુર્ગાદાસ રાઠોરના કારણે જ મારવાડ પર રાઠોડ વંશનું શાસન કાયમ રહ્યું હતું.

રાણા સાંગા

મેવાડના રાણા સાંગાએ જ ઈબ્રાહિમ લોદી અને બાબરની વિરુદ્ધમાં લડાઈ કરીને વીરતાનો પરિચય આપ્યો હતો.

મહારાજા ગુલાબ સિંહ

રાજપૂત વંશના મહારાજા ગુલાબ સિહ જમ્મૂ કાશ્મીરના પહેલા મહારાજા બન્યા હતા. તેમના શાસનકાળમાં તેઓએ ક્યારેય રાજપૂતોને અને તેમના સમ્માનને આંચ આવવા દીધી નથી.

મહારાજા સર ગંગા સિંહ

મહારાજા સર ગંગા સિંહ એક આધુનિક સુધારવાદી દૂરદર્શી હતા. તેમના સિવાય જે પ્રથમ વિશ્વયુદ્ધના સમયે બ્રિટિશ શાહી યુદ્ધ મંત્રિમંડળના એકમાત્ર બિન શ્વેત સભ્ય પણ હતા. પોલિટિક્સ હોય, ક્રિકેટ હોય કે હોકી કે એક્ટિંગ, રાજપૂતો પોતાના સમ્માનની સાથે કામ કરવા ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *