આંબાલાલ પટેલ વરસાદને લઈને કરી આ મોટી આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ.

અન્ય

હવામાનમાં સામાન્ય રીતે રોજ વધારો ઘટાડો થતો જોવા મળતો હોય છે.જયારે બીજી બાજુ હવામાન વિભાગ પણ હવામાનને લઈને ઘણી આગાહી અને અનુમાન કરતા હોય છે.તમને જણાવી દઈએ કે તાજેતરમાં હવામાન વિભાગે આવી જ એક માહિતી ગુજરાતને લઈને જણાવી છે.જેમાં એવું જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં 17 થી 20 એપ્રિલ સુધીમાં હવામાનમાં પલટો આવશે.

અહેવાલ મુજબ આ સમગ્ર હવામાનનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.હાલમાં જોવામાં આવે તો સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે.જેને લીધે ગરમીનાં પ્રમાણમાં વધારો થયો છે.જયારે દિવસે દિવસે વધારે ઉનાળાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.હાલમાં ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી પણ વધારે જોવા મળી રહ્યું છે.

જયારે હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે,તાપમાન આશરે 2 થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે.જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેળે એવું કહયું છે કે સમગ્ર રાજ્યમાં 17 એપ્રિલ પછી હવામાનમાં પલટો આવશે.જેમાં ધૂળની સાથે પવન ફૂંકતા જોવા મળશે.જયારે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે.

વધુમાં એવું પણ જણાવ્યું છે કે આ હવામાનની વધારે અસર દિલ્હીના આજુબાજુ વિસ્તાર,રાજસ્થાન,મધ્ય પ્રદેશના ભાગોમાં તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે,જેમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે.કચ્છ તથા ઉત્તર ગુજરાતના ઉપરના ભાગોમાં ધૂળ તથા વંટોળની સાથે ગાજવીજ સાથે કરા પણ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

દક્ષિણ ભારતમાં વરસાદની શકયતા રહેલી છે.વેસ્ટન ડિસ્ટર્બન્સને લીધે ગરમીમાં વધઘટ થશે. ઉનાળામાં પણ હવામાનમાં થતા બદલાવથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.જો હાલમાં રાજ્યમાં વરસાદ પડશે તો કૃષિ પાકને ચોક્કસ રીતે નુકસાન થઇ શકે છે.જયારે રાજ્યમાં 19 અપ્રિલ પછી કેટલાક ભાગોમાં કરા પડવાની સંભાવના પણ જણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *