૫૫ લાખમાં મકાન વેચવાનું છે, સાથે પત્ની ફ્રી

અન્ય

ઇન્ટરનેટ પર આપણને અત્યારે ઘણી જાહેરાતો જોવા મળે છે કે બે બેડરૂમ, બે બાથરૂમ, એક પાર્કિંગની જગ્યા, એક રસોડુ, એક હૉલ વગેરે જગ્યા મળશે એક ઘરમાં જે વેચવાનું છે. પણ તમે ક્યારેય એવી દુર્લભ ઓફર વિશે સંભાળ્યું છે કે જેમાં મકાન સાથે પત્ની ફ્રી મળતી હોય? હાં, વિના લિયા ૪૦ વર્ષીય છે અને તે બ્યુટિ સલૂન ચલાવે છે.

Advertisement

ઘર વેચવાની જાહેરાતો તો દરરોજ લાખોની સંખ્યામાં પ્રસિદ્ધ થતી હશે, પણ ઇન્ડોનેશિયામાં એક મહિલાએ તેનું ઘર વેચવા જાહેરખબર સાથે જે ઓફર કરી છે તેના લીધે જાહેરખબરનો વીડિયો વાયરલ થઇ ગયો છે. ‘ઓફર’ જોતાં તો લાગે છે કે તેનું મકાન ચોક્કસ અને ઝડપથી વેચાઈ જશે.

આ ઘર વેચવાની જાહેરખબરમાં લખ્યું છે કે તમે ઘર ખરીદો છો તો તમે ઘરની માલકીનને લગ્ન માટે પ્રસ્તાવ મૂકી શકો છો. આ ઘરની જાહેરખબર સાથે તેની માલિક વિના લિયાનો ફોટો પણ મૂકવામાં આવેલો છે. તેના પતિનું મૃત્યુ થયેલું છે.

જાહેરખબરમાં લખ્યું છે કે આ ડીલમાં કેટલીક શરતો લાગુ પડે છે. સાથે એ પણ લખવામાં આવ્યું છે કે આ ઓફર ફક્ત મકાન ખરીદવા પ્રત્યે ગંભીર હોય તેમના માટે જ છે. તેમજ ઓફરમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. આ ઘર ૭૫૦૦૦ ડોલર (આશરે ૫૫ લાખ રૂપિયા)માં વેચવા માટે મૂકવામાં આવેલ છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી ઇંડોનેશિયામાં જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં આ ખબર બહુ જડપથી ફેલાયેલી છે. પોલિસ પણ આ જાહેરખબર વાંચ્યા બાદ તેની ખરાઈ કરવા માટે સ્થળ પર આવી હતી કેમ કે તેમણે આ જાહેરખબર અયોગ્ય લાગી હતી. વિના લિયા એ જણાવ્યુ હતું કે આ જાહેરખબર આપવાનો વિચાર તેનો પોતાનો ન હતો.

તેણીએ જણાવ્યુ હતું કે તેણે મકાન વેચવા માટે તેના એક પ્રોપર્ટિ એજેંટ મિત્રને જણાવ્યુ હતું કે તેઓ તેણે મકાનના ખરીદદાર શોધવામાં અને પોતાના માટે પતિ શોધવામાં મદદ કરે. તેણીએ આશા રાખી હતી કે તેનો મિત્ર આ વાત અમુક લોકો સુધી જ પહોચાડશે, એવી તેણે ક્યારેય આશા રાખી નહોતી કે આ સમાચાર તેનો મિત્ર ઇન્ટરનેટમાં ઓનલાઇન આપશે.

વિના લિયા એ કહ્યું કે, મેં મારા મિત્રને કહ્યું કે તે પ્રોપર્ટી એજન્ટ તરીકે પણ કામ કરે છે કે જો ત્યાં કોઈ ખરીદનાર હોય અને તે માણસ વિધુર હોય, જે ઘર ખરીદવા માંગતો હોય તો તેણે જણાવી શકે છે કે હું પણ પતિની શોધમાં છુ અને વિધવા છુ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.