તારક મહેતા ના પોપટલાલની રિયલ લાઈફ ની પત્ની દેખાઈ છે આટલી સુંદર, જુવો તસવીરો..

મનોરંજન

ઘણા ટીવી શો વધારે સફળતા પ્રાપ્ત કરતા હોય છે તો કેટલાક શો શરૂઆતમાં જ નિષ્ફળ સાબિત થઇ જતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ટીવી પર અનેક પ્રકારના શો આવતા હોય છે,જેમાં કેટલાક પારિવારિક શો હોય છે તો કેટલાક શો કોમેડીથી ભરપૂર જોવા મળતા હોય છે.

તારક મહેતા કા ઓલતાહ ચશ્માંની વાત કરવામાં આવે તો તે ઘણા વર્ષોથી ચાલી રહેલો એકમાત્ર શો માનવામાં આવી રહ્યો છે.કોમેડી શો તારક મહેતા કા ઓલતાહ ચશ્મા’એ ટેલિવિઝનની દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે.આ શોના દરેક પાત્ર પોતાના જબરદસ્ત અભિનય અને સ્ટાઇલ માટે જાણીતા રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આ શો છેલ્લા 13 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે.

પોપટલાલની વાત કરવામાં આવે તો તે હમેશા આખા શોમાં એક છતરી લઈને ફરતા જોવા મળતા હોય છે.પત્રકાર પોપટલાલ’નું પાત્ર ભજવનાર અભિનેતા શ્યામ પાઠક હંમેશાં તેના લગ્નજીવનની ચિંતામાં રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે તે વાસ્તવિક જીવનમાં પરિણીત જીવન જીવી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેના ત્રણ બાળકો પણ છે શ્યામ પાઠકની પત્નીનું નામ રેશ્મી છે.શ્યામા અને રેશ્મીએ વર્ષ 2003 માં લવ મેરેજ કર્યા હતા.શ્યામ અને તેની પત્ની રેશ્મી એનએસડી એટલે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ખાતે મળ્યા હતા.

વાસ્તવિક જીવનમાં શ્યામ પાઠકની ખૂબ જ સુંદર પત્ની છે.આટલું જ નહિ પરંતુ હાલમાં તે પોતાની સુંદરતા માટે પણ વધારે જાણીતી રહી છે.એવું કહેવામાં આવે છે કે શ્યામ અને રેશ્મી ક્લાસમેટ હતા. આ સમય દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો.અને પછી પરિવારના સભ્યોની મદદથી તેમનો પ્રેમ લગ્ન જીવનમાં ફેરવાઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે શ્યામ ભલે અભિનયની દુનિયામાં સક્રિય જોવા મળી રહ્યા છે.પરંતુ તેમની પત્ની રેશ્મી એક ગૃહિણી જીવન જીવી રહી છે.તે હમેશા લાઈમલાઈટથી દૂર રહેવું વધારે પસંદ કરે છે.જેમાં તેમના લગ્ન જીવન પછી શ્યામ અને રેશ્મી ત્રણ બાળકોના માતાપિતા પણ છે.હાલમાં તો આ અભિનેતા પોતાનું જીવન પરિવાર સાથે વૈભવી રીતે પસાર કરી રહ્યા છે.જયારે તેમની લોકપ્રિયતા એક સુપરસ્ટાર્સ કરતા પણ વધારે જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *