Electric Cycles In India: જો તમે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન છો અને તમે ઇલેક્ટ્રિક સાઇકલની તલાશમાં છો જે સસ્તી હોય તેમજ સારી રેંજ પણ આપે, તો પછી તમારી તલાશ હવે સમાપ્ત થઇ જશે. કારણ કે અમે તમને એવા જ કેટલીક ઇ-સાયકલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા ખિસ્સાની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે.
Nahak ઇલેક્ટ્રિક સાય
ઇલેક્ટ્રિક સાયકલ નિર્માતા નાહક મોટર્સે બે સાયકલ લોન્ચ કરી છે. એકનું નામ ગરુડ અને બીજા નામ ઝિપ્પી છે. આ સંપૂર્ણ રીતે મેડ ઇન ઇન્ડિયા સાયકલ છે. તેનું બુકિંગ કર્યા પછી ઓગસ્ટથી હોમ ડિલિવરી શરૂ થશે. ગરુડ મોડેલની કિંમત 31,999 રૂપિયા અને ઝિપ્પી મોડેલની કિંમત 33,499 રૂપિયા રાખવામાં આવી છે. તેમાં સ્વેપ્સેબલ બેટરી છે જે ફક્ત 3 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. સંપૂર્ણ ચાર્જ પર, તે 40 કિ.મી. સુધીની રેન્જ મેળવે છે. આ સાયકલનો રનિંગ કોસ્ટ પ્રતિ કિલોમીટરમાં માત્ર 10 પૈસા છે.
Toutcheની Heileo M100 ઇલેક્ટ્રિક સાઇકલ
બેંગ્લોરની બીજી કંપની છે Toutche, જેણે તેની ઇલેક્ટ્રિક સાયકલ Heileo M100 બજારમાં લોન્ચ કરી છે. જોકે કંપની પાસે વિવિધ પ્રકારની ઇ-સાઇકલ છે, Heileo M100 એ એક સસ્તી સાયકલ છે. આ ઇલેક્ટ્રિક સાકલની રેન્જ 60 કિ.મી. તેની બેટરી 0.37kWh ની છે. જો તમે તેની રેન્જ વધારવા માંગો છો, તો તમે બેટરીને ફ્રીમાં અપગ્રેડ કરી શકો છો, ત્યારબાદ તેની રેન્જ વધીને 75 કિમી થઈ જશે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સાઇકલની કિંમત જીએસટી સહિત 49,900 રૂપિયા રાખી છે.
Nexzu Mobility ઇલેક્ટ્રિક સાઇકલ
ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી બેંગ્લોર સ્થિત કંપની Nexzu Mobilityએ માર્ચમાં તેની ઇલેક્ટ્રિક સાયકલ Roadlark લોન્ચ કરી હતી. કંપનીનો દાવો છે કે આ સાઇકલ એક જ ચાર્જ પર 100 કિ.મી.ની રેન્જ આપે છે. જો બેટરી ડિસ્ચાર્જ થાય છે, તો પછી તમે તેને પેડલ દ્વારા પણ ચલાવી શકો છો. તેમાં ડ્યુઅલ બેટરી સિસ્ટમ છે. પ્રાઇમરી 7.7 Ah લાઇટવેઇટ અને રીમુવેબલ બેટરી આપવામાં આવી છે, તેમાં 5.2 Ah સેકેન્ડરી ઇન-ફ્રેમ બેટરી પણ મળે છે. આ સાઇકલ સામાન્ય રીતે ઘરે જ ચાર્જ કરી શકાય છે. તેની કિંમત 42,000 રૂપિયા છે. આ સાઇકલ વધુમાં વધુ 25 કિલોમીટરની ઝડપે ચાલી શકે છે.
GoZero ની ઇલેક્ટ્રિક સાઇકલ
ભારતમાં એવી ઘણી વિદેશી કંપનીઓ પણ છે જે ઇલેક્ટ્રિક સાયકલોનું વેચાણ કરે છે, જેમાંથી એક યુકેની કંપની GoZero છે, જે ભારતની ઘણી રેન્જમાં ઇ-સાયકલો વેચે છે. તેની સૌથી વધુ રેન્જ આપતી સાઇકલ Skellig Pro છે, જે એક જ ચાર્જ પર 70 કિ.મી. સુધી ચાલી શકે છે. આમાં 250W પાવર મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત 39,999 રૂપિયા છે. કંપની પાસે બીજી બે સાઇકલ પણ છે, Skellig Liteની કિંમત 19,999 રૂપિયા છે અને તે ઓલાઇન એક્સક્લૂઝિવ મોડેલ છે, જ્યારે Skellig ની કિંમત 32,499 રૂપિયા છે.
RadRover 6 Plus ઇલેક્ટ્રિક સાઇકલ
અમેરિકન કંપની RadRoverએ તેની નવી ઇલેક્ટ્રિક સાયકલ RadRover 6 Plus લોન્ચ કરી છે. આ કંપનીની પહેલી ઇ-બાઇક છે જેમાં સેમી-ઇંટીગ્રેટેડ બેટરી આપવામાં આવી છે. આ બેટરી સરળતાથી રિમૂવ કરી ફરી નાંખી શકાય છે. આ સાઇકલની કિંમત 1,999 ડોલર એટલે કે લગભગ 1.5 લાખ રૂપિયા છે. તેમાં 48V, 14 Ah લિથિયમ-આયન બેટરી છે. જે એક જ ચાર્જમાં 72 કિલોમીટરથી વધુ ચાલે છે. હાલમાં તે ગ્લોબલ માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે, તે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે.