કૌન બનેગા કરોડપતિના ચાહકો માટે સારાં સમાચાર, આ તારીખથી શરૂ થઈ રહ્યો છે શો

મનોરંજન

મેકર્સ તેમના નવા શો માટે તૈયાર છે. આજથી 12 દિવસ પછી, ‘કૌન બનેગા કરોડપતિ 13’ શરૂ થશે. સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોમો શેર કર્યો છે.

અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાનું કારણ માત્ર તેમની ફિલ્મો જ નથી. આમાં તેમના ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’એ પણ મોટું યોગદાન આપ્યું છે. શોની નવી સીઝન 23 ઓગસ્ટથી સોની ટીવી પર ટેલિકાસ્ટ થવાની છે. KBC સપ્તાહમાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવારે રાત્રે 9 વાગે પ્રસારિત થશે.

શોનો નવો પ્રોમો સામે આવ્યો છે, જે લોકો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પ્રોમોનો જે પાર્ટ શેર કરવામાં આવ્યો છે તે શોનો ત્રીજો પાર્ટ છે. આ શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે પાર્ટ એક અને બે પર જબરદસ્ત પ્રતિસાદ બદલ આભાર. હવે અમે તમારા માટે ત્રીજો પાર્ટ #KBCFilmSammaanPart3 શેર કરી રહ્યા છીએ. 23 ઓગસ્ટ રાત્રે 9 વાગ્યે માત્ર સોની પર.

કેબીસીના પ્રમોશન માટે ખાસ બનાવવામાં આવેલ ‘સમ્માન’નું શૂટિંગ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે. અભિનેતા ઓમકાર દાસ માણિકપુરી આમાં મુખ્ય ભૂમિકામાં છે. કેબીસીને દરેક સામાન્ય માણસના જીવનની નજીક લાવવા માટે શો મેકર્સે આ પ્રોમો તૈયાર કર્યો છે. આ ફિલ્મની વિશેષતા એ છે કે સ્થાનિક પ્રતિભાશાળી લોકોને એક્ટિંગ કરવાની તક આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કૌન બનેગા કરોડપતિ પોતાની યાત્રાના 21 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ શો સ્ટાર પ્લસ પર વર્ષ 2000માં શરૂ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *