મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. લાંબા સમયથી તમારી કોઈ ડીલ અટકેલી હોય તો તે આજે ફાઇનલ થઇ શકે છે, જેને કારણે તમારી આવકમાં વધારો થશે. તમારી ખુશીમાં વધારો થવાથી તમે મિત્રો તેમજ પરિવારના સભ્યો સાથે પાર્ટીનું આયોજન કરી શકો છો. રાત્રિના સમયે તમે કોઇ માંગલિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. સમાજ માટે ખર્ચા કરવાથી તમારી કીર્તિમાં વધારો થશે અને તમારા માન સન્માનમાં વધારો થશે. કામના ક્ષેત્રે તમને ખાસ સન્માન મળી શકે છે. જો કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલા હોય તો તે આજે પૂરા થઈ શકે છે.
વૃષભ રાશિ : આજનો દિવસ તમારા માટે ઉત્તમ લાભ આપનારો રહેશે. આજે તમારું મન યોજનાઓ બનાવવામાં લાગેલું રહેશે તેમજ તમે તમારા વેપાર માટે કેટલીક નવી યોજનાઓ બનાવશો, જેનાથી તમને લાભ મળશે. આજે તમે તમારા પરિવારના સભ્યોને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર લઈ જઈ શકો છો. પરંતુ યાત્રા દરમિયાન તમારે સાવધાની રાખવાની જરૂર છે નહીં તો તમારો સામાન ચોરી થઇ શકે છે. કાર્યાલયમાં આજે તમને અનુકૂળ વાતાવરણ બની રહેશે, જેનાથી તમને લાભ મળશે. વેપારમાં આજે તમારા કેટલા નવા શત્રુ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ તેનાથી તમારે બચીને રહેવું પડશે. સાંજના સમયે આજે તમે તમારા પરિવારના નાના બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો.
મિથુન રાશિ : આજનો દિવસ તમારા માટે ખુબ જ રચનાત્મક રહેવાનો છે. આજે વેપાર માટે તમે મનમાં જે વિચારો લાવશો તેને તરત જ આગળ વધારવા નહીંતર તમારા વેપારની પ્રગતિ અટકી શકે છે. આજે તમારે તમારા કોઇ સહયોગીને તમારા મનની વાત ન જણાવવી નહીંતર તે તેનો ફાયદો ઉઠાવી શકે છે. આજે તમને નવા રોગો પરેશાન કરી શકે છે, જેમાં તમારા પૈસા ખર્ચ થશે. સાંજના સમયે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે, જેનાથી પરિવારના સભ્યોમાં ખુશી રહેશે તેમજ બધા વ્યસ્ત રહેશે.
કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે મુશ્કેલી વાળો રહી શકે છે. આજે તમે જે કોઈપણ કામ કરશો તેમાં તમને નિરાશા મળશે જેને કારણે તમારું મન ચિંતિત રહેશે. ઓફિસમાં આજે તમારા અધિકારીઓ તમને કેટલાક કામનું ભારણ સોંપી શકે છે. જેને કારણે તમને મુશ્કેલી રહેશે પરંતુ તમે તમારી મહેનતથીએ કામ પૂરા કરવામાં સફળ રહેશો. આજે ઘર પરિવારના કોઈ સભ્ય સાથે તમારી બોલાચાલી થઈ શકે છે, તેમાં તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો નહિંતર સંબંધોમાં તિરાડ પડી શકે છે.
સિંહ રાશિ : આજના દિવસે તમે થોડા વ્યસ્ત રહેશો. આજે કેટલાક શત્રુઓ તમારા કામમાં અડચણો ઊભી કરવાના પ્રયત્નો કરશે પરંતુ તમારી સામે તે લોકો ટકી શકશે નહીં અને તેનાથી તમને લાભ પણ મળશે. વેપાર કરી રહેલા લોકો જો આજે કોઈ પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હોય તો ન લેવા કારણ કે તે પાછા આપવામાં તમને મુશ્કેલી રહેશે. ધાર્મિક કામમાં આજે તમારો રસ વધી શકે છે. રાત્રિના સમયે તમે પરિવારના સભ્યો સાથે મોજ મસ્તી કરી શકશો. સંતાનોની કારકિર્દીને લઈને તમને નિરાશાજનક સમાચાર સાંભળવા મળશે.
કન્યા રાશિ : આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયી રહેશે. આજે તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો પડશે, જેથી તમારા કામ પૂરા થતા જાય નહિતર તમારા બનતા કામ બગડી શકે છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્ય ઉપર ચર્ચા થઇ શકે છે. ભાઈ અને બહેનના લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થશે. આજે આજુબાજુના લોકો સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. જેનાથી તમારે બચવું પડશે નહીંતર તે કાનૂની બાબત બની શકે છે. જો આજે કોઈને પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યા હોય તો ન આપવા કારણ કે તે પાછા મળવાની સંભાવના ઓછી છે.
તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે ચારે બાજુથી લાભદાયક રહેશે. આજે તમે જે કોઈપણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલા હશે તો તે આજે પાછા મળી શકશે, જેને કારણે તમે તમારી દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં પૈસા ખર્ચ કરશો તેમજ તમારા માટે નવા કપડાં, મોબાઈલ વગેરે ખરીદી શકો છો. આજે તમે તમારા જીવનસાથીને તમારા વ્યવસાયને લગતી પાર્ટીમાં લઈ જઈ શકો છો. સામાજિક ક્ષેત્રમાં તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
વૃષીક રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. જો તમે નોકરી તેમજ વેપારમાં નવીનતા લાવી શકો તો આગળ જતાં તેમાંથી ફાયદો મળી શકે છે. સરકારી નોકરી કરી રહેલા જાતકોને પદોન્નતિ મળી શકે છે. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવી શકે છે. જેના માટે પરિવારના સભ્ય સરળતાથી માની જશે. સંતાનો જો કોઈ કોર્સમાં એડમિશન લેવા ઈચ્છા હોય તો આજે તેના માટે દિવસ ઉત્તમ છે.
ધન રાશિ : આજનો દિવસ તમારા માટે ખાસ સાવધાની રાખવાનો રહેશે. આજે તમને તમારા વેપારમાં નવા લાભ મળશે પરંતુ તમારે તેને ઓળખવા પડશે. જો તમે તેને નહીં ઓળખો તો તેને લીધે તે તમારા હાથમાંથી નીકળી શકે છે. વેપાર-ધંધાની બાબતે દિવસ ઉત્તમ રહેશે. જો કોઇ મોટું જોખમ ઉઠાવશો તો તેનાથી તમને કોઈ સારો લાભ મળી શકે છે. આજે પરિવારમાં કોઈ સંપત્તિને લઈને વાદ વિવાદ ચાલી રહેલો હોય તો તે દૂર થશે. આજે તમે તમારા કોઈ મિત્ર માટે પૈસા ભેગા કરી શકો છો. કદાચ કાલનો સમય તમારા માતા-પિતાને દેવદર્શનની યાત્રા પર લઈ જઈ શકો છો.
મકર રાશિ : આજના દિવસે તમારા માટે ચારે બાજુ વાતાવરણ ખુશનુમા રહેવાનું છે. જો તમે ભાગીદારીમાં વેપાર કરવા ઈચ્છી રહ્યા હોય તો તેમાં તમને લાભ મળશે. આજે તમારા સંતાનોના લગ્ન સાથે જોડાયેલ કોઇ નિર્ણય લેવો પડશે જેમાં જીવનસાથીની સલાહની જરૂર પડશે. આજે ઘણા બધા પ્રકારના કામ હાથમાં આવવાથી તમારી એકાગ્રતા વધી શકે છે. દાંપત્યજીવનમાં જીવનસાથી સાથે આજે કોઈ મોટો વાદ વિવાદ થઈ શકે છે, જેનાથી તણાવ રહેશે.
કુંભ રાશિ : આજના દિવસે તમારે તમારા આરોગ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે કારણકે બદલતા વાતાવરણનો પ્રભાવ તમારા આરોગ્ય ઉપર પડી શકે છે, જેને કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે વેપારમાં કોઈ નિર્ણય લેવાનું વિચારી રહ્યા હોય તો ખૂબ જ સમજી-વિચારીને લેવો કારણ કે ઉતાવળમાં લીધેલો નિર્ણય તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આજે તમારા ઘરમાં કોઈ મહત્વપૂર્ણ કામની ચર્ચા થઇ શકે છે, જેમાં પરિવારના સભ્યોની સલાહની જરૂર પડશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છતા હોય તેના માટે દિવસ ઉત્તમ રહેશે.
મીન રાશિ : આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયક રહેશે. આજે તમે જે કોઈપણ નવા કામ કરવાનું વિચારશો તેમાં તમને સફળતા મળશે. આજે તમે કોઇ મુશ્કેલીમાં ફસાયેલા વ્યક્તિની મદદ માટે આગળ આવશો, જેનાથી ભવિષ્યમાં તમને લાભ મળશે. જો તમે વેપારમાં કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવતા હોય તો ભવિષ્યમાં તેનાથી તમને ભરપૂર લાભ મળશે. આજે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીનેએ બધું મેળવવામાં તમે સફળ રહેશો જેની તમારા જીવનમાં અછત હતી. આજે તમે તમારા ઘર પરિવારની મુશ્કેલીઓમાં સારા વ્યવહારથી બધું સારું બનાવવામાં સફળ રહેશો.