શરદી, ખાંસી, કફ, ગળામાં ખારાશ અને દુખાવો દૂર કરશે આ 5 હર્બલ ઉકાળા, દવાઓ કરતાં વધુ જલ્દી અસર કરશે

હેલ્થ

ગળાની તકલીફો, દુખાવો, ખારાશ, સોજો વગેરે થાય કે પછી શરદી, ખાંસી, એલર્જીની સમસ્યા થતી હોય તો તરત જ હર્બલ ચા પીવાનું શરૂ કરી દો. આ સમયે ઘણાં લોકો સાદી ચા પીવે છે. જેથી ગળાને આરામ મળે પણ તેની કોઈ અસર થતી નથી. જેથી આજે અમે તમને એવી દેશી ચા વિશે જણાવીશું. જે ગળામાં થતાં ઈન્ફેક્શન, ખારાશ અને શરદી, ખાંસી, કફ જેવી તકલીફોમાં ઝડપથી આરામ આપશે.

તુલસીની ચા

તુલસીના 10-15 પાન, 2-4 લવિંગ અને 2-4 કાળા મરી લઈ 1 કપ પાણીમાં ઉકાળી પછી ગાળીને નવશેકું રહે એટલે તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી ઈન્ફેક્શન, શરદી, ખાંસીમાં રાહત મળશે.

જેઠીમધની ચા

1 ચમચી જેઠીમધનો પાઉડર, 1/2 ચમચી તજનો પાઉડર, 2-4 લવિંગને ડોઢ કપ પાણીમાં ઉકાળી લો. પછી ગાળીને નવશેકું રહે એટલે તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી ગળાની સમસ્યા અને કફનો પ્રોબ્લેમ દૂર થશે.

મેથીની ચા

1 ચમચી મેથી દાણા અથવા તેનો પાઉડર લઈ 1 કપ પાણીમાં ઉકાળી ગાળીને તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી ઈન્ફેક્શન દૂર થશે.

અજમાની ચા

1 ચમચી અજમો, 1/2 સિંધાલૂણ મીઠું અને 2-4 લવિંગ 1 કપ પાણીમાં ઉકાળીને ગાળી લો. પછી તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી છાતી અને ગળામાં રહેલો કફ દૂર થશે.

હળદરની ચા

1 કપ દૂધમાં 1/2 ચમચી હળદર પાઉડર મિક્સ કરી ઉકાળો. પછી તેને ગાળીને તેમાં 1 ચમચી સાકર મિક્સ કરી રાતે સૂતી વખતે પીવો. આનાથી શરદી અને કફ દૂર થશે.

લવિંગ અને એલચીની ચા

1 કપ પાણીમાં 2-4 દાણા લવિંગ અને 1 એલચીના દાણા નાખીને ઉકાળો. ગાળીને ચાની જેમ પીવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *