શરદી, ઉધરસ, અને કફનો એક માત્ર રામબાણ ઈલાજ છે આ ઘરેલુ ઉપચાર-ફક્ત એક વાર કરો સેવન

હેલ્થ

આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે અહીંયા ગેસ પર એક તપેલી મુકો. તપેલી ની અંદર હવે તમને લાગશે કે અહીંયા કોઈ ઉકાળો બનાવી રહ્યા છીએ, પરંતુ અહીંયા કોઈ ઉકાળો નથી કરવાના. તો એક ગ્લાસ જેટલું આપણે પાણી તપેલી માં નાખી અને માત્ર નવશેકુ પાણી ગરમ કરીશું.

આપણે પી શકીયે તેવું નવશેકું પાણી આપણે ગરમ કરીશું અને પાણી નવશેકુ ગરમ થઇ જાય એટલે આપણે એને ફટાફટ નીચે ઉતારી લેશું. હવે આ પાણીને ગ્લાસ માં કાઢી લઈશું. આ નવશેકુ પાણી ક્યારે પીવાનું છે અને આની અંદર શું નાખીને પીવાનું છે જેથી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે.

તો હવે એક ચપટી જેટલું સૂંઠ એડ કરીશું. એક ચપટી જેટલું સૂંઠ નાખ્યા પછી એક ચપટી જેટલી હળદર એડ કરીશું. આ બધું બરાબર મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણુ રોગ પ્રતિકારક શક્તિ સામે રક્ષણ આપનારું ડ્રિન્ક. હવે આ પાણી ક્યારે પીવું જોઈએ?

તો આ રોગ પ્રતિકારક શક્તિ માટે હળદર અને સૂંઠ બંને ચપટી ચપટી પાણીમાં નાખી, સવારે નયણાકોઠે એટલે કે ખાલી પેટે એક ગ્લાસ જેટલું પાણી પીવાનું અને સાંજે જમ્યા પછી આપણે અડધી કલાક થઈ જાય ત્યારે પણ આ નવશેકું 1 ચપટી હળદર અને એક ચપટી સૂંઠ વાળું પાણી પી શકાય છે. હવે આપણે સૂંઠ અને હળદર ના ફાયદા વિષે જોઈશું.

સૂંઠના ઘણા બધા ફાયદા છે. આપણા મસલ્સ મજબૂત થાય છે, હાડકા મજબુત થાય છે, કોઈપણ પ્રકારના દર્દ અને કેન્સર જેવી બીમારી પણ દૂર થાય છે. બીપી થી પણ બચાવે છે અને સાથે પાચનને પણ મજબૂત કરે .છે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે અને અસ્થમાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે અને કફ – શરદીને દૂર કરે છે.

હળદર થી પણ ખૂબ જ આપણા શરીરમાં ફાયદા થાય છે. શરીર ની અંદર પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ્સ જેવા આપણા ઘણા બધા ગુણોથી ભરપૂર હળદળ ખૂબ જ ઉપયોગી બને છે અને આપણા લીવરમાં ઝેરી તત્વો છે એ ઘણીવાર જમવાથી આવી જતા હોય છે તો એની બહાર કાઢે છે. એન્ટિસેપ્ટિક, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિફંગલ જેવા ગુણોથી ભરપૂર હોય છે જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

આપણા શરીરને વાતાવરણથી મળતા કોઈપણ બેક્ટેરિયાથી અથવા વાઇરસ થી આપણે લડવાની શક્તિ ઊભી કરે છે. હળદર ડાયાબિટીસ તથા કેન્સર જેવા રોગોથી પણ બચાવે છે. શરદી ઉધરસ ને તો જડમૂળમાંથી દૂર કરે છે.

આ ઉપાય તમે કરશો તો તમે અને તમારા પરિવારને આ વાયરસથી કે કોઈ પણ ગંભીર બિમારીઓથી સુરક્ષિત રાખી શકશો. આ નાનકડો ઉપાય જરૂર ટ્રાય કરજો અને બીજા લોકોને મદદરૂપ થાય એ માટે શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *