ઈમ્યૂૂનિટી બુસ્ટ કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉકાળો, 100 % અસરકારક…

હેલ્થ

સ્વામી રામદેવના અનુસાર ઔષધિઓથી બનતો આ ઉકાળો તમને કોરોના વાયરસથી બચાવે છે અને આ સિવાય અન્ય બીમારીઓથી પણ બચાવશે. આ ઉકાળો બનાવવા માટે તમારે કોઈ સ્પેશ્યિલ ચીજોની જરૂર રહેશે નહીં. આ ઔષધીઓને તમે સરળતાથી બજારમાંથી ખરીદી શકો છો. તો જાણો કઈ રીતે તમે આ ઉકાળો યોગ્ય રીતે બનાવી શકો છો અને તેનો લાભ કોરોનામાં લઈ શકો છો.

1 ચમચી અશ્વગંધા

8-10 તુલસીના પાન

2-4 ગ્રામ તજ

1 ઈંચ આદુ

1 ઈંચ હળદર

ગિલોયની થોડી ડંડીઓ

કાળા મરી

1 લિટર પાણી

બનાવવાની રીત

સૌ પહેલાં ખલમાં અશ્વગંધા, ગિલોય, તુલસી, કાળા મરી, તજ, આદુ, હળદરને સારી રીતે કૂટી લો. હવે 1 લિટર પાણીમાં આ તમામ ચીજો મિક્સ કરો. તેને ધીમા ગેસે સારી રીતે ઉકાળો. જ્યારે પાણી 100થી 200 ગ્રામ થાય ત્યારે તેને ગાળી લો. હવે ગાળ્યા બાદ તેનું થોડા થોડા સમયે સેવન કરો. આ ઉકાળો તમને કોરોના સામે રાહત આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *