સુરતમાં મધરાત્રે લાગ્યા ડાન્સ ના ઠુમકા, હદ તો ત્યારે થઈ જ્યારે બાળકોએ પણ ડાન્સ કર્યો..

અન્ય

સુરત માં ફરી એકવાર કાયદાનું ઉલ્લંઘન થયેલુ જોવા મળ્યું. નાઈટ કર્ફ્યૂ વચ્ચે બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મુંબઈથી ડાન્સરો બોલાવવામાં આવી હતી. બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ થતા જ સમગ્ર હકીકત સામે આવી છે. જોકે, સમગ્ર મામલે સુરત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સમગ્ર ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ છે. ત્યારે કરફ્યૂ વચ્ચે સુરતમાં એક વૈભવી બર્થ ડે પાર્ટી નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પાર્ટી એટલી હાઈફાઈ હતી કે, તેના માટે મુંબઈની ડાન્સરોને બર્થડે પાર્ટીમાં બોલાવવામાં આવી હતી. ડાન્સરો સાથે પાર્ટીમાં સામેલ યુવકોએ ઠુમકા લગાવ્યા હતા.

જોકે, હદ તો ત્યારે થઈ જ્યારે બર્થ ડે પાર્ટીમાં બાળકોને પણ સામેલ કરાયા હતા. બાળકોએ પણ ડાન્સરોની ફરતે ઠુમકા લગાવીને ડાન્સ કર્યો હતો. સમગ્ર હકીકતનો વીડિયો બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ વીડિયો સુરતના ભાગા તળાવના સિંધીવાડ વિસ્તારનો હોવાનું ચર્ચાય છે.

બર્થ ડે પાર્ટીમાં કોરોનાના નિયમો ના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. બર્થ ડે સેલિબ્રેશનના નામે એક તરફ કરફ્યૂનો અને બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ ના નિયમોનો ભંગ કરાયો છે. વીડિયોમાં અશ્લીલતા ઝળકાઈ આવે છે. કેવી રીતે એક પાર્ટીમાં બાળકો અને મહિલાઓને પણ સામેલ કરવામાં આવી છે.

આ પાર્ટી પાંચ દિવસ પહેલા ઉજવાઈ હોવાનું કહેવાય છે. એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં ઠુમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે. સાથોસાથ રૂસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *