આજના સમયમાં આડા રસ્તા પર જઈ રહેલા ટીનેજર્સને અટકાવવા બહુ જ જરૂરી બન્યુ છે. હાલ નજર હટી તો દુર્ઘટના ઘટી જેવા ઘાટ સર્જાઈ રહ્યાં છે. ટીનેજર્સના આડા રસ્તે જવાના કિસ્સા સાંભળીને માતાપિતાનું મગજ ચકરાઈ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે અમદાવાદની એક સ’ગીરાએ પાંચ-છ પ્રેમી બનાવ્યા હતા.
દીકરીની આ લત છોડાવવા માટે પિતાએ 181 અભયમની ટીમની મદદ લીધી હતી. અમદાવાદમાં પિતા અને દાદીની સાથે રહેતી સ’ગીરા ખરાબ રવાડે ચઢી ગઈ હતી. આ વિશે અભયમની ટીમે જણાવ્યું કે, અમારી ટીમને સ’ગીરાના પિતાએ સંપર્ક કર્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે, તેમની 15 વર્ષની દીકરી બે મહિનાની હતી ત્યારે તેની માતા ઘર છોડીને ભાગી ગઈ હતી.
તેથી પિતા અને દાદીએ જ તેને ઉછેરી હતી. પિતાની આવક ખૂબ જ ટૂંકી હોવાથી તેઓ સ’ગીરાના બધા શોખ પૂરા કરી શકે તેમ ન હતા. દીકરીના સારા ઉછેર માટે તેમણે બીજા લગ્ન પણ કર્યાન હતા. પરંતુ તેમની દીકરી મોજશોખના રવાડે ચઢી ગઈ હતી. તેણે પિતા પાસેથી રૂપિયા માંગવાની શરૂઆત કરી હતી. પરંતુ પિતા તેની ઈચ્છા પૂરી કરી શકે તેટલા સક્ષમ ન હતા.
આ કારણે દીકરીએ પ્રેમી રાખીને પોતાના મોજશોખ પૂરા કરવાનું નક્કી કર્યુ. પિતાએ કહ્યું કે, તેમની દીકરીએ મોજશોખ માટે એક નહિ, પણ પાંચ-છ પ્રેમી રાખ્યા હતા. આ જાણીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે દાદીને કહ્યુ હતું કે, તે પોતાના રાતી કમાવીને રૂપિયા ખર્ચશે. આ માટે તેણે સેનેટરી નેપકીન વેચવાનો બિઝનેસ શરૂ કર્યાનું કહ્યુ હતું.
પરંતુ કમાણીના બહાને તે પ્રેમી પાસેથી રૂપિયા લેતી હતી. પ્રેમી સાથે ફર્યા કરતી સ’ગીરાએ મોડા ઘરે આવવાનુ શરૂ કર્યુ હતું. જેથી દાદીએ તેને ઠપકો પણ આપ્યો હતો. જેથી તેણે દાદી સાથે પણ મા’રઝૂ’ડ શરૂ કરી હતી. આ વાતની જાણ થતા જ પિતાએ અભયમ ટીમનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે અભયમની ટીમે સ’ગીરાનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. જોકે, બાદમાં સ’ગીરાએ પોતાની ભૂલ સ્વીકારીને સીધા રસ્તે ચાલવાનુ નક્કી કર્યુ હતું.