તાલિબાને ન્યૂઝ એન્કર શબનમ દાવરાનને આપી ધમકી, તું મહિલા છે, ઘરે જા, Video વાયરલ..

અન્ય

અફઘાનિસ્તાનની (Afghanistan)સત્તા પર તાલિબાન (Taliban) આવવાની સાથે જ આખા દેશમાં હડકંપ મચી (Afghanistan Crisis) ગયો છે. લોકો પોતાના જીવ બચાવવા માટે દેશ છોડવાની તૈયારીમાં છે. તાલિબાન લડાકે રસ્તા પર હથિયારો લહેરાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન એવા લોકોની ઘરે-ઘરે જઈને તપાસ કરી રહ્યા છે જેમણે છેલ્લા 20 વર્ષોમાં અમેરિકાનો સાથ આપ્યો હતો. રિપોર્ટ છે કે તાલિબાની લડાકે મહિલાઓને ડરાવવા-ધમકાવવા લાગ્યા છે. તે નથી ઇચ્છતા કે મહિલાઓ એકલી ઘરની બહાર જાય અને કામ કરે. અફઘાનિસ્તાનની એક ટીવી ચેનલમાં કામ કરનારી એન્કર શબનમ દાવરાનને (Shabnam Dawran)કહ્યું કે તાલિબાનોએ તેને ઘરમાં રહેવાની ધમકી આપી છે.

શબનમ દાવરાનનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે હિજાબ પહેરીની બેસેલી છે. તેણે પોતાની ઓફિસનું આઈ કાર્ડ બતાવીને કહ્યું કે તાલિબાને તેને પોતાની ઓફિસમાં અંદર આવવાની મંજૂરી આપી નથી. તેણે એ પણ કહ્યું કે તાલિબાને કાબુલ પર કબજો કર્યા પછી તેના જીવને ખતરો છે.

આરટીએ પશ્તો ચેનલ માટે છેલ્લા છ વર્ષથી કામ કરનારી શબનમે કહ્યું કે હું કામ પર પરત ફરવા માંગતી હતી પણ દુર્ભાગ્યથી તેમણે મને કામ કરવા દીધું નથી. તેમણે મને કહ્યું કે વ્યવસ્થા બદલી ગઈ છે અને તમે કામ કરી શકો નહીં. તુ મહિલા છે, ઘરે જાવ.

સિસ્ટમ બદલી ગઈ છે ઘરે રહો’

વીડિયોમાં શબનમે કહ્યું કે વ્યવસ્થા બદલ્યા પછી તેણે હાર માની નહીં અને કામ પર ગઈ હતી. જોકે ઓફિસનું કાર્ડ દેખાડ્યા છતા તેને મંજૂરી મળી ન હતી. દાવરાને કહ્યું કે ઓફિસનું કાર્ડ બતાવ્યા પછી પુરુષ કર્મચારીઓને એન્ટ્રી આપવામાં આવી હતી પણ તેને કહ્યું કે તે કામ કરી શકશે નહીં. કારણ કે સિસ્ટમ બદલી ગઈ છે. સારું રહે છે કે તે ઘરે રહે.

અમારા જીવને ખતરો

શબનમે દર્શકોને વિનંતી કરતા કહ્યું કે જે લોકો મારી વાત સાંભળી રહ્યા છે, જો દુનિયા મારું સાંભળે છે તો કૃપા કરીને અમારી મદદ કરો કારણ કે અમારા જીવને ખતરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *