TVS એ લોન્ચ કર્યું 125cc નું શાનદાર અને પાવરફુલ સ્કુટર, ફીચર્સ જોઈ ખુશ થઈ જશે દિલ!

લાઇફસ્ટાઇલ

દેશની પ્રમુખ 2 વ્હીલ વાહન નિર્માતા કંપની TVSએ પોતાનું બહુપ્રતીક્ષિત સ્કુટર Jupiter 125 લોન્ચ કર્યું છે. કંપની મુજબ આ 125cc સ્કુટર TVSનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ સ્કુટરમાંથી એક છે. આ સ્કુટરમાં વધુ કરતા પણ વધુ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્કુટરમાં અન્ય કંપનીના સ્કુટર કરતા વધુ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે જુપિટર 125માં કેટલાક એવા ફીચર્સ પણ છે જે ઈન્ડસ્ટ્રીમાં પહેલીવાર આપવામાં આવ્યા છે. આ સ્કુટર છે ફીચર્સથી ભરપુર. તો આવો જાણીએ આ શાનદાર દેખાતા સ્કુટર વિશે તમામ માહિતી.

કલર અને કિંમત:

TVS Jupiter 125ની દિલ્લી એક્સ શોરૂમ કિંમત 73,400 રૂપિયા છે. Jupiter 125માં ડ્રમ, ડ્રમ એલોય અને ડિસ્ક વેરિયંટમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ સ્કુટરને 4 કલર ઓપ્શનમાં લોન્ચ કર્યું છે. જેમાં ડોન ઓરેન્જ, ઈન્ડિબ્લૂ, પ્રિસ્ટિન વ્હાઈટ અને ટાઈટેનિયમ ગ્રે કલર સામેલ છે.

લુક અને સ્ટાઈલ:

TVS Jupiter 125માં એક પ્રોગ્રેસિવ નિયો મસ્ક્યુલિન સ્ટાઈલ જોવા મળે છે. સ્કુટરમાં ક્રોમ એક્સેન્ટ એક પ્રીમિયમ લુક આપે છે. સ્કુટરમાં સ્ટાઈલિશ LED હેડલેંપ અને સિગ્નેચર ફ્રંટ લાઈટ ગાઈડ સાથે ગ્રેબ-રેલ રિફ્લેક્ટર સાથે એલિગન્ટ ટેલ લેંપ આપવામાં આવ્યું છે. TVS Jupiter 125માં 3D એમ્બલમ અને પ્રીમિયમ પેન્ટેડ ઈનર પેનલ મળે છે. ડિસ્ક વેરિયંટ ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ સાથે આવશે, જે સ્કુટરના ઓવરઓલ લુકને વધુ શાનદાર બનાવે છે.

TVS Jupiter 125ના યુનિક ફીચર્સ:

– સેગમેન્ટમાં સૌથી મોટી અંડર-સીટ સ્ટોરેજ સ્પેસ.

– મેટલમેક્સ બોડી.

– ફ્રંટ એક્સટર્નલ ફ્યુલ-ફિલર.

– ફ્રંટ મોબાઈલ ચાર્જર.

– એવરેજ અને રિયલ ટાઈમ માઈલેજ ઈન્ડિકેટર સાથે સેમી-ડિજિટલ સ્પીડોમીટર.

– સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર અને એન્જીન ઈનહિબિટર.

– બોડી બેલેન્સ ટેક્નોલોજી.

– મોટી લેગ સ્પેસ.

– ETFi ટેક્નોલોજી.

– TVS ઈન્ટેલિગો ટેક્નોલોજી.

– ઓલ-ઈન-વન લોક.

– ફ્રંટ મોબાઈલ, ગ્વોવ બોક્સ સાથે મોબાઈલ ચાર્જર.

– એલોય વ્હીલ્સ.

– ડિસ્ક બ્રેક.

એન્જીન અને પાવર:

TVS Jupiter 125 સ્કુટરમાં હાઈ પરફોર્મેન્સ અને શાનદાર માઈલેજ માટે પાવરફુલ સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એર કુલ્જ ઓલ ન્યુ 124.8ccનું એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 6500 rpm પર 8bhpનો અધિક્તમ પાવર અને 4500 rpm પર 10.5nmનો ચોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે CVT ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે એન્જીનને ઘણું લીનિયર પાવર અને ટોર્ક આઉટપુટ આપવા માટે ફાઈનલી ટ્યુન કરવામાં આવ્યું છે. આ સ્કુટરમાં 5 લીટરનો ફ્યુલ ટેન્ક આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ફ્યુલ ટેન્ક સીટ નીચે નહીં પરંતુ ફુટ રેસ્ટ નીચે આપવામાં આવ્યું છે. જેથી ગ્રાહકને સીટ નીચે સૌથી મોટી સ્ટોરેજ સ્પેસ મળે છે.

સસ્પેન્શન અને પરફોર્મેન્સ:

આ સ્કુટરમાં સેમી-ડિજિટલ સ્પીડોમીટર આપવામાં આવ્યું છે. જેમાં સ્માર્ટ એલર્ટ, એવરેજ અને રિયલ ટાઈમ માઈલેજની જાણકારી મળે છે. TVS Jupiter 125માં સરળ રાઈડિંગ એક્સપિરીયન્સ માટે બોડી બેલેન્સ ટેક્નોલોજી આપવામાં આવી છે. આ ટેક્નોલોજી TVS Wegoમાં આપવામાં આવી હતી. ડાયનામિક કંફર્ટ અને હેંડલિંગ માટે મોનોટ્યુબ ઈન્વર્ટેડ ગેસ ચાર્જ્ડ શોક્સ સાથે ફ્રંટ ટેલિસ્કોપિક સસ્પેન્શન અને 3 સ્ટેપ એડજસ્ટેબલ રિયર શોક્સ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *