વિદાય વખતે દુલ્હને કર્યું કંઈક એવું કે પિતાએ જૂતાથી મારી ને દીકરી ની વિદાઈ કરી…

મનોરંજન

સામાન્ય રીતે છોકરીના પરિવારના નજીકના લોકોમાં તેના પિતા, મા અને ભાઇ બહેન સામેલ હોય છે. બધાની હાલત રડી રડીને ખરાબ થઇ જાય છે. ટ્વિટર પર એક વીડિયો વાયરલ થયો છે અને તેને જોઇને તમે હસવુ નહી રોકી શકો.

દુલ્હનની અજીબ વિદાય : આ વીડિયોમાં જોઇ શકાય છે કે ગામના પાદરે છોકરીના પિતા, કાકા અને ભાઇ મળીને એક છોકરીની વિદાય કરી રહ્યા છે. છોકરી સાથે તેનો પતિ પણ હાજર છે. ગામ બહાર ખેતર પાસે બધા છોકરીની વિદાયમાં મશગુલ છે. છોકરીનો પિતા તેને ભેટીને રડી રહ્યો છે બાદમાં તેને વિદાય કરે છે પરંતુ દુલ્હન થોડા ડગલા આગળ જઇને પાછી દોડીને પિતાને ભેટીને રડવા લાગે છે. આવુ ઘણી વાર થાય છે.

છોકરીની થઇ પિટાઇ : વારે ઘડીયે પરત આવવા પર પિતાને ગુસ્સો આવી જાય છે અને બાદમાં તે પોતાના જૂતા ઉતારીને છોકરીને મારવાનુ શરૂ કરી દે છે. બાદમાં દુલ્હનને પણ સમજ આવી જાય છે કે હવે વાપસીનો કોઇ ઓપ્શન નથી બાદમાં તે પતિ સાથે સાસરાના રસ્તા પર આગળ વધે છે.

આ રીતે થશે કોરોનાની વિદાય : દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે લોકો આ રીતે માહોલ લાઇટ કરવાનો પ્રયત્ન કરતા રહે છે. આ વીડિયો આઇપીએસ રુપિન શર્માએ શેર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યુ છે કે જો નહી ગયો તો… કોરોનાની વિદાય પણ આ જ રીતે થશે. કોરોના વિદાય સેરેમનીનો એડવાન્સ નજારો. માત્ર 37 સેકન્ડનો આ વીડિયો ખુબ વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *