વરિયાળી લગભગ દરેક ભારતીય ઘરમાં જોવા મળે જ છે. આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. પણ શું તમે જાણો છો કે, દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે અને તમારી અનેક તકલીફોમાં આરામ મળી શકે છે. ચાલો જણાવીએ.
જો તમને અપચો, કબજિયાત, પેટમાં સોજો રહેતો હોય તો પેટની બીમારીઓ ઠીક કરવા માટે વરિયાળીવાળું દૂધ બેસ્ટ દવા છે. તે ગેસ્ટ્રિક વિકારોને દૂર કરે છે. આ સિવાય જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વધુ માત્રામાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીમાંથી વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી3 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જે આપણાં શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
વજન કંટ્રોલ : ફાઈબરથી ભરપૂર વરિયાળીનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આ મેટાબોલિઝ્મ તેજ કરે છે. કેલરી બર્ન કરે છે. ભૂખ કંટ્રોલમાં રાખે છે. એક રિસર્ચ પ્રમાણે જે મહિલાઓ વજન ઓછું કરવા માંગે છે તેમણે લંચ પહેલાં વરિયાળીવાળું દૂધ પીવું જોઈએ.
ખીલ માટે : વરિયાળીમાં એસેન્સિયલ ઓઈલ હોય છે. તે શરીરમાંથી વિષાક્ત પદાર્થોને દૂર કરે છે. સાથે જ બ્લડ સાફ કરે છે. જે લોકો રોજ રાતે વરિયાળીવાળું દૂધ પીવે છે તેમને ખીલ અને એક્નેની સમસ્યા થતી નથી. સ્કિન બેદાગ બને છે.
આંખોની રોશની માટે : જો તમારી આંખો નબળી છે તમને નંબર છે તો વરિયાળી તમારા માટે વરદાન સમાન છે. આંખોની રોશની વધારવા માટે વરિયાળીવાળું દૂધ બેસ્ટ છે. તેના નિયમિત સેવનથી આંખોની રોશની વધે છે.
ઈમ્યૂનિટી : વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જેથી વરિયાળીવાળું દૂધ પીવાથી રોગો સામે લડવાની શક્તિ વધે છે. કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો દૂર રહે છે.
હાર્ટ : વરિયાળીવાળું દૂધ પીવાથી હાર્ટના રોગોનું જોખમ ઘટે છે. વરિયાળીમાં ફાયબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે શરીકમાં કોલેસ્ટ્રોલ લેવલ ઓછું રાખવામાં મદદ કરે છે.
હીમોગ્લોબિન : વરિયાળામાં રહેવું મેગ્નેશિયમ અને ફાઈબર શરીરમાં હીમોગ્લોબિન મેન્ટેન કરવામાં મદદ કરે છે. એનિમિયાથી પરેશાન લોકો માટે વરિયાળીવાળું દૂધ બેસ્ટ દવા છે.
ખાંસી માટે : રોજ રાતે વરિયાળીવાળું દૂધ પીવાથી ખાંસીની સમસ્યામાં રાહત મળે છે. જે લોકોને રાતે ઊંઘમાં ખાંસીની સમસ્યા રહેતી હોય એવા લોકો માટે પણ વરિયાળીવાળું દૂધ બેસ્ટ છે.
આ રીતે તૈયાર કરો ડ્રિંક : વરિયાળીવાળું દૂધ તૈયાર કરવા માટે 1 ગ્લાસ દૂધ ઉકળવા મૂકો અને તેમાં 1 ચમચી વરિયાળી આખી અથવા તેનો પાઉડર નાખીને પાંચ મિનિટ ઉકાળો. પછી ગાળીને અથવા વરિયાળી સાથે પી લો.