ઓપરેશન અને દવાઓ વિના પથરી ઓગાળીને દૂર કરવી હોય તો, એકવાર આ આયુર્વેદિક ઉપાય કરો, પછી જુઓ રિઝલ્ટ

હેલ્થ

આજકાલ પથરીની સમસ્યા બહુ વધતી જાય છે. પથરીનો દુખાવો ખૂબજ અસહ્ય હોય છે, પરંતુ ઘણા લોકો ઓપરેશનના ડરથી પથરીનો દુખાવો સહન કરે છે. પરંતુ ઓપરેશન વગર પણ પથરીને ઓગાળી કે મટાડી શકાય છે. ચાલો જાણીએ ઉપાય.

લક્ષણો : પથરીનાં દુખાવાના લક્ષણો તેનાં આકાર, કદ અને શરીનનાં ક્યા ભાગમાં આવેલ છે તેની ઉપર આધાર રાખે છે. પથરી રેતીનાં નાના કણથી માંડીને ઇંડાના કદ સુધીની પણ હોઈ શકે છે. શરીરના બંને પડખામાંથી-કમરમાંથી પેઢુની આસપાસ વિશેષ પીડા થવી, ડૂંટીમાં, મૂત્રવાહિનીની નસોમાં તથા પેટમાં શૂળ ભોંકાય તેવી ભયંકર વેદના થવી. મૂત્રનો માર્ગ રોકાય જવો, વારંવાર પીડા સાથે પેશાબ થવો, મોળ આવવી, ઊલટી જેવું થવું, પેશાબમાં લો’હી’ જવું, બળતરાં થવી, પેશાબમાં ચેપ થવો વગેરે લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.

ઓપરેશન વિના જ પથરીને આ ઉપાયથી કરો દૂર

રાત્રે 50 ગ્રામ કળથી પલાળી રાખવી સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.

ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી નીકળી જાય છે.

જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે.

કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી નીકળી જાય છે.

પથરી માટેનો સૌથી સારો અને કારગર ઉપાય છે પાણી. પુષ્કળ પાણી પીવાથી પથરી નાની હોય તો તેની જાતે જ નીકળી જાય છે.

અઠવાડિયામાં બે દિવસ રાજમાનું સેવન કરવાથી તેમાં રહેલું ફાયબર પથરીને ઓગાળી નાખે છે જેના કારણે મૂત્રમાર્ગ દ્રારા પથરી બહાર નીકળી જાય અને આરામ મળે છે.

દાડમનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે અને તેનું સિઝન દરમિયાન સેવન કરવાથી ક્યારેય પથરી થતી નથી.

લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.

લીંબુના રસમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને દિવસમાં બેવાર પાણી સાથે પીવાથી પથરીમાં ફાયદો થાય છે.

તરબૂચ ખાવાથી તેમાં રહેલું પોટેશિયમ પથરીને ઓગાળવામાં મદદ કરે છે. ઉનાળા દરમિયાન તરબૂચનું સેવન કરવાથી પથરીમાં રાહત થાય છે અને તે આપોઆપ ઓગળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *