મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની પોતાનું ઘર ચલાવા કરે છે આવું કામ..

મનોરંજન

એક સમય હતો જ્યારે મિથુન ચક્રવર્તીની ગણતરી બોલીવૂડના અભિનેતાઓ અને ડાન્સરમાં થતી. મિથુન ચક્રવર્તી જેટલા વધારે પોતાની પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતા હતા, એટલા જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેલા છે. મિથુન ચક્રવર્તી કદાચ બોલીવુડનાં એવા પહેલા અભિનેતા હતા, જેમની ફિલ્મો ખૂબ જ ઓછા બજેટની હોવા છતાં પણ કરોડોનો બિઝનેસ કરતી હતી. કદાચ તમે નહીં જાણતા હોય કે મિથુન ચક્રવર્તીનું બાળપણ નું નામ ગૌરાંગ ચક્રવર્તી હતું અને મિથુન ચક્રવર્તીનો જન્મ ૧૬ જુન, ૧૯૫૦નાં રોજ થયો હતો.

મિથુન ચક્રવર્તી એ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૭૬માં મૃગયાથી કરી હતી. તેમને આજે પણ ઘણી મોટી ફિલ્મોમાં જોવામાં આવે છે. કહી શકાય કે સમયની સાથે સાથે મિથુન ચક્રવર્તીની એક્ટિંગમાં પણ ખૂબ જ નિખાર આવ્યો છે. બોલીવુડના મશહૂર એક્ટર્સને ડાન્સર માં સામેલ મિથુન ચક્રવર્તીનું જીવન ક્યારેય સરળ રહ્યું નથી.

બોલીવુડમાં ડિસ્કો ડાન્સરનાં નામથી મશહૂર હોવા છતાં પણ મિથુન ચક્રવર્તીનું વ્યક્તિગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે. જો આપણે વાત મિથુન ચક્રવર્તીનાં વ્યક્તિગત જીવનની કરીએ તો સૌથી પહેલા વાત આવે છે કે તેમણે બે લગ્ન કરેલા છે. મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુક છે, જે ૭૦નાં દશકની ફેશનની દુનિયામાં ખૂબ જ મશહૂર હતી.

કહેવામાં આવે છે કે હેલેના એટલી સુંદર હતી કે મિથુન ચક્રવર્તી તેને જોતાની સાથે જ તેના પ્રેમમાં પડી ગયા હતા. પરંતુ જેમ કે બોલીવુડની દુનિયાનો નિયમ છે કે અહીંયા કોઈ હંમેશા માટે રહેતું નથી, તેવી જ રીતે હેલીના પણ એક દિવસ ગાયબ થઈ ગઈ. આજે અમે તમને બોલીવુડની એક્ટ્રેસ હેલીના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે બોલીવુડમાં ૪ ફિલ્મોમાં કામ કર્યા બાદ બોલીવુડની દુનિયાને અલવિદા કરી દીધું હતું. હેલેના લ્યુકે વર્ષ ૧૯૮૦માં બોલીવુડ ફિલ્મ જુદાઈ થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે “સાથ સાથ” અને એક “નયા રિશ્તા” માં પણ નજર આવી.

તમને જણાવી દઈએ કે હેલેના અને મિથુન ચક્રવર્તીના લગ્ન થયા હતા. પરંતુ મિથુન ચક્રવર્તીનું હેલેના સાથે લગ્ન કરતા પહેલા એક્ટ્રેસ સારિકા સાથે અફેર પણ હતું. સારિકા સાથે બ્રેકઅપ બાદ મિથુન ચક્રવર્તી હેલેના સાથે લગ્ન કરી લીધા હતા. મિથુન ચક્રવર્તીને મળતા પહેલા હેલેના નું જાવેદ ખાન સાથે બ્રેકઅપ થયું હતું. એટલે કે બંનેને એકબીજાની જરૂરિયાત હતી અને બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ બંનેના લગ્ન ફક્ત ૪ મહિના સુધી જ ચાલી શક્યા હતા, જેનું કારણ મિથુન ચક્રવર્તીનું યોગીતા બાલી સાથે અફેર હતું. મિથુન ચક્રવર્તી સાથે છૂટાછેડા બાદ એલેના હવે ન્યૂયોર્કમાં રહે છે અને તે એક એરલાઇન્સમાં ફ્લાઇટ અટેન્ડેન્ટ નું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *