પિતાએ શિક્ષા આપી ને દીકરા ને બનાવ્યો કરોડ પતિ, દીકરાએ માં-બાપ ને જ ઘર માંથી કાઢી મુક્યા..

અજબ-ગજબ

માતા-પિતા ને ભગવાન ન નું બીજું રૂપ માનવામાં આવે છે. તેમની સેવા કોઈ તીર્થ થી ઓછી નથી હોતી, પરંતુ આજ ના સમય માં થોડા દીકરા તેમના વૃદ્ધ માં-બાપ ને બોજ સમજતા હોય છે. દીકરો આલીશાન મકાન માં ભાડુઆત રાખી શકે છે પરંતુ તેમના વૃદ્ધ માતા-પિતા માટે થોડી જગ્યા નથી રાખી શકતો.

એજ મોટું કારણ છે કે વૃદ્ધાશ્રમ માં દિવસે ને દિવસે વૃદ્ધો ની સંખ્યા માં વધારો થઇ રહ્યો છે. આગ્રા ના રામલાલ વૃદ્ધાશ્રમ માં રહી રહ્યા વૃદ્ધ માતા-પિતા એ તમનું દુઃખ કહ્યું. તેમનું કહેવું હતું કે વહુ અને દીકરા એ તેમની સાથે આજાણ્યા ની જેમ વ્યવહાર કર્યા અને ઘરની બહાર કાઢ્યા.

નાઈ ની મંડી માં રહેતા ઉમેશ ચંદ્ર ની કહાની દુઃખભરી છે. જે દીકરા ની એક ખુશી માટે પોતાની નાની મોટી ખુશી ચોરી કરી. એજ દીકરા એ તેમના પિતાને તેમના ઉપર ચોરી નો આરોપ લગાવી ને ઘરમાંથી બહાર કાઢ્યા. દીકરા ને પોતાના બે મકાન છે છતાં પણ એક પિતા વૃદ્ધાશ્રમ માં રહેવા માટે મજબુર થઇ ગયા.

તેમનું કહેવું છે કે દીકરો ઘરે મકાન માં ભાડુઆત ને રાખી શકે છે પરંતુ તેમના વૃદ્ધ પિતા માટે તેમની પાસે જગ્યા નથી. પહેલા તો ક્યારેક ક્યારેક મળવા માટે પણ આવી જતો હતો, પરંતુ હવે તે મળવા માટે પણ નથી આવતો. ક્યારેક ક્યારેક દીકરી મળવા માટે આવી જાય છે પરંતુ તેમાં પણ મારો દીકરો આપતી બતાવે છે.

અર્જુન નગર ના સુનહરિલાલ વર્મા ના ત્રણ દીકરા છે. એક દીકરો વિદેશ માં રહે છે. સુલતાનપુર માં સરાફા ની દુકાન છે. જે દીકરા ઓ માટે તેણે ધન સંપત્તિ ભેગી કરી એજ દીકરાઓ એ તેને ઘર ની બહાર કાઢી મુક્યા.

ત્યાર બાદ સુનહરિલાલ ને રામલાલ વૃદ્ધાશ્રમ માં જગ્યા લેવી પડી હતી. તેમનું કહેવું એવું હતું કે ઘંધો હાથ પર આવ્યા પછી તે આજાણ્યા જેવો વ્યવહાર કરવા લાગ્યા હતા. ક્યારેક ક્યારેક દીકરાઓ મળવા માટે આવી જાય છે પરંતુ હું તેમને નથી મળતો કેમ કે એવા દીકરાઓ ને શું મળવું જેના જીવન માટે તેમના પિતા માટે કોઈ મહત્વ નથી.

શહેર માં ત્રણ મકાન અને એક દુકાન ના મળી છે ભગવાન સ્વરૂપ ગુપ્તા. પરંતુ સમય બદલ્યો અને આજે બંને પતિ-પત્ની વૃદ્ધાશ્રમ માં રહેવા માટે મજબુર થયા છે. વહુ ગાળ પણ આપતી હતી. દીકરા એ બંને ને આમ કહીને ઘર ની બહાર કાઢી મુક્યા કે આ ઘર માં તમારા માટે કોઈ જગ્યા નથી. એક બે વાર દીકરો અમને મળવા માટે આવ્યો પરંતુ અમે તેમને મળવાની ના પડી દઈએ છીએ.

ડેડી બગિયા ના રહેનાર રાજેન્દ્ર શર્મા અને તેમની પત્ની ઑમવતી નું પોતાનું મકાન અને દુકાન છે. પરંતુ માતા પિતા ને તેમની દીકરો તેમની સાથે નથી રાખતો. બંને એ ઘર માં ત્રાસ થી કંટાળી ને વૃદ્ધાશ્રમ માં પોતાનો આશ્રય લીધો. દંપતી નું કહેવું છે કે અમને વહુ ના વ્યવહાર થી કોઈ ફરક નથી પડતો પરંતુ દીકરા એ સાથ ના આપ્યો તો અમે ઘરે કઈ રીતે રહી શક્યે.

રામલાલ વૃદ્ધાશ્રમ ના અધ્યક્ષ શિવ પ્રસાદ શર્મા એ કહ્યું કે આશ્રમ માં શહેર ના એવા વૃદ્ધો છે જે સંપન્ન પરિવાર થી છે. જેમના દીકરા ઓ પાસે પૈસા ની કમી નથી પરંતુ તે પોતાના માતા-પિતા ને સાથે નથી રાખતા. આશ્રમ માં લગાતાર વૃદ્ધો ની સંખ્યા વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *