ગેસ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા ગંભીર રોગો થી બચવું હોય તો સવાર માં ઉઠીને કરો આ કામ..

હેલ્થ

સવારે કંઈ પણ ન ખાવાની આદતથી ડાયાબિટીસ, ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત, ઓબેસિટી, બ્લડ-પ્રેશર અને હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવા અગણિત પ્રોબ્લેમ્સ થઈ શકે છે અને એ શરીરની સાથે-સાથે મગજના સંતુલન પર પણ અસર કરે છે.

સવારનો નાસ્તો ખૂબ જ અગત્યનો છે. બ્રેકફાસ્ટ એટલે રાત્રે જમ્યા પછી સવારના નાસ્તાને આપણે Brecking the fast કહીએ છીએ. વજન ઉતારવા માટે કે ઉતારેલા વજનને જાળવી રાખવા માટે બ્રેકફાસ્ટ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત સવારે નાસ્તો કરવાનો સમય રહેતો નથી, ત્યારે ભલે થોડો પણ સવારમાં કાંઈક નાસ્તો કરીને જ ઘરેથી નીકળવું એવો નિયમ કરી લેવો જરૂરી છે.

બ્રેકફાસ્ટનો અર્થ

રાત્રે જમ્યા પછી 10-12 કલાક તમે કંઈ જ ખાતા નથી જેને એક ઉપવાસ એટલે કે ફાસ્ટ સમજો અને સવારે ઊઠીને જ્યારે તમે કંઈક ખાઓ છો ત્યારે તમે તમારો ઉપવાસ બ્રેક કરો છો એટલે કે તોડો છો. આમ આ સવારના બ્રેકફાસ્ટનું મહત્વ ઘણું વધારે છે. શરીરનું બેલેન્સ જાળવવા, એનર્જી ટકાવી રાખવા, પોષણ પૂરું પાડવા માટે સવારનો બ્રેકફાસ્ટ જરૂરી છે.

વાળ ખરવા

વાળ ખરવાની સમસ્યા સવારનો નાસ્તો સ્કીપ કરવાના સાઇડ ઇફેક્ટ્સમાંથી એક હોય છે. નાસ્તો ન કરવાથી શરીરમાં પૂરતું પ્રોટીન પહોંચી નથી શકતું, જેના કારણે વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ જાય છે. સવારના સમયના નાસ્તામાં મળતા પોષક તત્વો વાળને હેલ્ધી રાખવા માટે જરૂરી હોય છે

ડાયાબિટીસ

સવારનો નાસ્તો ન કરવાથી ટાઇપ-2 ડાયબિટીસ થવાનો ખતરો સુધી વધી શકે છે.

એસિડિટી

જો તમે સવારનો નાસ્તો નથી કરતા તો આખો દિવસ એસિડિટી, ગેસ અને પેટની સમસ્યા બની રહે છે. કારણ કે, આખી રાત તમારું પેટ ખાલી હોય છે, જેને કારણે શરીરમાં એસિડની માત્રા વધી જાય છે અને સવારે ભોજન ન મળી શકવાને કારણે એસિડિટી થવા લાગે છે.

મગજ પર ખોટી અસર

સવારનો નાસ્તો ન કરવાથી મગજને જરૂરી ન્યૂટ્રિશિયન અને પૂરતી એનર્જી નથી મળી શકતી, જેને કારણે મગજ યોગ્ય રીતે કામ નથી કરતું. પરિણામસ્વરૂપ કોઈ કામમાં મન નથી લાગતું. થાક સાથે મૂડ સ્વિંગ થવું પણ સામાન્ય વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *