હસ્તમૈ@થુન કરવું ફરજિયાત કે મરજિયાત?

અન્ય

હસ્ત મૈ@થુન એ એવી બાબત છે કે તેમાં દુનિયાની લગભગ દરેક વ્યક્તિને નિષ્ણાત ગણવી પડે. વર્ષોના સ્વાનુભવ પછી તમને એમ હોય કે તમે હસ્ત મૈ@થુન અંગે જાણવા જેવી તમામ બાબતોની તમને ખબર છે પરંતુ અહીં એવી કેટલીક બાબતો છે જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે.

સે@ક્સ માણવાથી થતા આરોગ્યના લાભો હસ્ત મૈ@થુન કરવાથી નથી થતા : સે@ક્સના સુખની ચરમસીમા કે પરાકાષ્ઠા દરેક વખતે અલગ અલગ હોય છે. આ અંગે અત્યાર સુધી કરાયેલા વિવિધ અભ્યાસો અનુસાર સમાગમથી પુરુષના બ્લડપ્રેશર, હૃદય અને જનનેન્દ્રિયોની તંદુરસ્તી, દુખાવો વગેરેમાં લાભ થાય છે. તમને એમ હશે કે હસ્ત મૈ@થુનથી પણ આવા લાભ થતા હશે, પરંતુ તેવું નથી. હસ્ત મૈ@થુન દરમિયાન થતાં સ્ખલન અને સે@ક્સ કર્યા બાદ થતાં સ્ખલનમાં તફાવત કેમ હોય છે તે અંગે કોઈ ચોક્કસ રીતે પોતાનો અભિપ્રાય નહીં આપી શકે. જોકે આ બંને ક્રિયાઓ દરમિયાન તમારું શરીર અલગ રીતે પ્રતિભાવ આપે છે. એટલું જ નહીં પરંતુ સે@ક્સને બદલે હસ્ત મૈ@થુનની ક્રિયામાં વીર્યના ઘટકોમાં પણ તફાવત હોય છે.

હસ્ત મૈ@થુન જોખમથી મુક્ત નથી : ચોક્કસ, તેમાં સૌથી ઓછું જોખમ છે. સે@ક્સ માણવાનો તે સૌથી સુરક્ષિત ઉપાય છે. હસ્ત મૈ@થુનથી કામાવેગ સંતોષનાર વ્યક્તિ ક્યારેય ચેપી જાતીય રોગોનો ભોગ નથી બનતો કે હસ્ત મૈ@થુનનો આનંદ માણનારી મહિલાને ક્યારેય ગર્ભ ધારણ થવાની ચિંતા સતાવતી નથી. જોકે ચાલવા કે દોડવા જેવી અન્ય ઓછી જોખમી ક્રિયાઓની જેમ હસ્ત મૈ@થુનના પણ કેટલાંક જોખમો છે.

વારેઘડીએ કે વધારે પડતા આવેગથી હસ્ત મૈ@થુન કરવાથી ત્વચા છોલાઈ જવાની કે તેમાં બળતરા થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તેજિત થયેલા શિશ્નને જબરદસ્તીથી વાળવાથી શિશ્નમાં લોહીનો ભરાવો કરતી નળીઓ ફાટી જવાની શક્યતા રહે છે જેને પેનાઈલ ફ્રેક્ચર કહે છે.

તેનાથી તમને તમારા પાર્ટનર સાથે સે@ક્સ માણવાની ઈચ્છા મંદ પડતી હોવાનું લાગે અથવા તો રોજબરોજની ક્રિયાઓ પર અસર થતી હોય તો સે@ક્સોલોજિસ્ટનો સંપર્ક કરવો

કેટલી વાર હસ્ત મૈ@થુન કરવું જોઈએ? : કેટલી વાર હસ્ત મૈ@થુન કરવું જોઈએ તે અંગે લોકોમાં મૂંઝવણ હોઈ શકે છે. રોજબરોજના જીવનમાં કોઈ તકલીફ ન સર્જાતી હોય તો દિવસ કે સપ્તાહમાં તમે કેટલીવાર હસ્ત મૈ@થુન કરો છો તે બાબત ગૌણ બની જાય છે. હસ્ત મૈ@થુન ત્યારે જ સમસ્યારૂપ ગણી શકાય કે જ્યારે તેનાથી તમારી સે@ક્સ લાઈફ પર માઠી અસર થતી હોય. જો તેનાથી તમને તમારા પાર્ટનર સાથે સે@ક્સ માણવાની ઈચ્છા મંદ પડતી હોવાનું લાગે અથવા તો રોજબરોજની ક્રિયાઓ પર અસર થતી હોય તો સે@ક્સોલોજિસ્ટનો સંપર્ક કરવો.

હસ્ત મૈ@થુનથી તમારા સંબંધો પર અસર નથી થતી : સંબંધોમાં કંઈક ખટાશ આવી હોય ત્યારે અથવા તો પોતાના જીવનસાથી સાથેનો લગાવ ઘટી ગયો હોય ત્યારે પુરુષો હસ્ત મૈ@થુન તરફ વળે છે તેવી એક તદ્દન ખોટી ગેરસમજ લોકોમાં પ્રવર્તે છે. જોકે હકીકત એ છે કે મોટાભાગના પુરુષો હસ્ત મૈ@થુનનો આનંદ માણે છે. ભલે પછી તે અપરિણીત હોય કે કોઈની સાથે જાતીય સંબંધ ધરાવતો હોય અથવા તો કોઈના પ્રેમમાં હોય.

કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ હસ્ત મૈ@થુનથી સંબંધોમાં સુધારો થાય છે. હસ્ત મૈ@થુનથી તમે તમારા ગમા-અણગમા વિશેનો ખ્યાલ મેળવી તમને સૌથી વધુ કઈ બાબત ઉત્તેજિત કરે છે તેનો ખ્યાલ મેળવી તમે તેને તમારા સાથીને તે અંગે જણાવી વધુ બહેતર રીતે સમાગમ માણી શકો છો. કેટલાંક યુગલો જાતીય આનંદની નવી નવી પદ્ધતિઓ શોધવા અને વધુ સંતોષકારક સમાગમના આનંદ માટે પરસ્પર સહમતીથી હસ્ત મૈ@થુન કરતાં હોય છે.

હસ્ત મૈ@થુન એ તમારી સે@ક્સ લાઈફ માટે ખરેખર ફાયદાકારક છે : હસ્ત મૈ@થુનથી તમને સે@ક્સ દરમિયાન શું કરવું ગમશે તેની સમજ મેળવવામાં મદદ મળે છે. એક નિષ્ણાતના મતાનુસાર, જો મહિલાઓ પણ પુરુષોની જેમ નિયમિત હસ્ત મૈ@થુન કરે તો તેઓ તેમના જાતીય સંબંધોમાં વધુ સંતોષ મેળવી શકે. જોકે કેટલાક અપવાદ પણ હોઈ શકે.

મોટાભાગના પુરુષો માટે હસ્ત મૈ@થુન એ જાતીય આવેગોને સંતોષવાનો સલામત ઉપાય છે. જે લોકોએ હસ્ત મૈ@થુન કરવાનું બંધ કરી દીધું છે તેવા લોકોની મને વધુ ચિંતા થાય છે, કારણ કે તે તેમનામાં રહેલા તણાવ કે આરોગ્યની સમસ્યાનો સંકેત દર્શાવે છે.

મિત્રો એક વાત ખાસ યાદ રાખો કે હસ્ત મૈ@થુન એ ટેવ છે કોઈ રોગ નથી. હસ્ત મૈ@થુન એ બીમારી છે જ નહીં આથી તેના માટે કોઈ સારવારની જરૂર નથી. જો તે આવેગ કે ફરજિયાત બની જાય અથવા તો તેનાથી કોઈ મુશ્કેલી થાય તો જ તેની સારવાર કરાવવી પડે અને સે@ક્સોલોજિસ્ટનો સંપર્ક કરવો પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *