મોંમાં ચાંદા પડવાને કારણે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ અડે તો બહુ બળે છે. હોર્મોનમાં ફેરફાર, વધારે પડતી એસિડીટી, હર્પિસ વાઈરસ ઈન્ફેક્શન, મોંમાં ઈજા, જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો, સ્ટ્રેસ, વારસાગત કારણોસર, વિટામિન બીની કમી, અપચો, મોં આવી જવું આ બધાને કારણે મોંમાં ચાંદા પડી જાય છે. આની સારવાર માટે ઘરગથ્થુ ઉપચાર કારગત નીવડે છે.
મોં અને જીભ પર ના ચાંદા માટે અપનાવો આ અસરકારક ઉપાય..
(1) મોંમાં અને જીભ પરના ચાંદાથી છૂટકારો મેળવવા માટે રાત્રે સૂતાં પહેલાં દેશી ઘીને ચાંદા પર લગાવી રાખો. ઘી લગાવવાથી સવાર સુધીમાં ચાંદા ગાયબ થઇ જશે.
(2) મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવવા માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર લગાવો અને લાળ ટપકાવો.
(3) સવારે ઊઠતાંની સાથે કેટલાક તુલસીના પાન પાણી સાથે ચાવીને ખાવા. તુલસી જીવાણુનાશક અને કિટાણુનાશક છે જેનાથી મોંના બેકટેરિયાથી છૂટકારો મળી શકે છે.
(4) થોડાક દિવસ સુધી મધ લગાવવાથી મોંના અને જીભના ચાંદા દૂર કરી શકાય છે. દિવસમાં ૩-૪ વખત ચાંદા પર મધ લગાવો. જેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે.
(5) ઉકળતા પાણીમાં અડધા વાટકા જેટલી મેથીની ભાજી નાંખો. પાણીને ગાળીને ઢાંકી રાખો. આ પાણીથી દિવસમાં બેથી ત્રણ વાર કોગળા કરશો તો તાત્કાલિક રાહત મળશે
(6) હળદર પણ ચાંદામાં રાહત અપાવવા માટે ખૂબ મદદરૂપ છે. રોજ સવાર-સાંજ હળદર વાળા પાણીથી કોગળા કરવાથી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.
(7) એક કપ પાણીમાં બે મોટી ચમચી મીઠું ભેળવો. આ પાણીથી એક મિનિટ સુધી કોગળા કરો
(8) લીલી કોથમીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને વાટીને તેનો રસ કાઢી લો અને આ રસને ચાંદા પર લગાવી લો. બે-ત્રણ દિવસમાં રાહત મળી જશે
(9) એલોવેરાના પાનની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો. થોડાક દિવસમાં ચાંદાથી છૂટકારો મળી જશે.•