મુંબઈથી એક રાત માટે આવી હતી આ યુવતી, બંધ રૂમમાં કપડાં ઉતારી ને કર્યો હતો ડાન્સ..

અન્ય

રાજકોટની નામાંકિત હોટેલના રૂમમાં કપડાં ઉતારી ડાન્સનો જે ખેલ રચાયો તેનો ભેદ આખરે ખૂલી ગયો છે. રાજકોટની હોટલના રૂમમાં કપડાં ઉતારી ડાન્સ કરતી યુવતીનો વીડિયો હાલ ચોમેર વાયરલ થયો છે. ત્યાર હોટેલના રૂમ નંબર 608 માં આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.

ક્રાઇમ બ્રાન્ચે ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. સાથે જ એ-ડિવિઝન પોલીસે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર સામે તપાસ શરૂ કરી છે. વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં સામે આવ્યુ કે, કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉદ્યોગપતિ મોરબીના જ હોવાનું કહેવાય છે.

આ પાર્ટી મોરબીમાં યોજાવાની હતી, પણ વરસાદને કારણે રાજકોટની હોટલના એક રૂમમાં યોજાઈ હતી. તેના માટે મોંઘોદાટ 608 નંબરનો રૂમ બૂક કરાવાયો હતો, જેનુ એક દિવસનુ ભાડુ જ 20 હજાર રૂપિયા હતું. ડાન્સ કરનાર નગ્ન યુવતી કોણ હતી તે અંગે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ યુવતીને મુંબઈથી બોલાવવામાં આવી હતી.

જે રાત્રે બાર વાગ્યે મુંબઈથી રાજકોટ પહોંચી હતી, અને સવારે તેણે રૂમ છોડ્યો હતો. આ યુવતીએ જ રૂમમાં કપડાં ઉતારી ડાન્સ કર્યો હોવાનું કહેવાય છે. આ એક પ્રકારની રેવ પાર્ટી જ હતી. હાલ રાજકોટ પોલીસ હોટલના એક-એક સીસીટીવી ફૂટેજ ફંફોળી રહી છે. જેથી પાર્ટીની વધુ માહિતી મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *