ઓપરેશન વગર પણ પથરી કાઢી શકાય છે બસ અપનાવો આ આ આયુર્વેદિક ઉપાયો..

હેલ્થ

આજના સમયમાં પથરી સમસ્યા બહુ જોવા મળે છે. પેટના સામાન્ય દુખાવાની સરખામણીમાં પથરીનો દુખાવો ખૂબજ અસહ્ય હોય છે. જોકે કેટલાક લોકો ઓપરેશન કરાવવાના ડરના કારણે તેનો દુખાવો સહન કરતા હોય છે અને જ્યારે પણ દુખાવો ઉપડે એટલે પેઇન કિલર લઈને ચલાવી લેતા હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક એવા આયુર્વેદિક ઉપાયો, જેને અજમાવવાથી તમે પણ પથરીને ઓપરેશન વગર જ ઓગાળી કે મટાડી શકો છો.

પથરી માટેનો સૌથી સારો અને કારગર ઉપાય છે પાણી. પુષ્કળ પાણી પીવાથી પથરી નાની હોય તો તેની જાતે જ નીકળી જાય છે. અહીં એ સિવાય પણ કેટલાક ઉપાય છે, જે મોટી પથરીને પણ ઓગાળવામાં મદદ કરશે.

નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી ધીરે-ધીરે નીકળી જાય છે.

કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી નીકળી જાય છે.

જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે.

કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.

રાત્રે 50 ગ્રામ કળથી પલાળી રાખવી સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.

લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે અને પેશાબ વાટે બહાર વહી જાય છે.

ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *