અમેરિકાની એક મહિલા તેના પતિ સાથે ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્ક માં ચાલી રહી હતી. પછી અચાનક તેની નજર જમીન પર પીળા પથ્થર પર પડી હતી. શરૂઆતમાં તે સમજી શક્યા નહીં, પરંતુ થોડા સમય પછી તે સમજી ગયા કે, તેણે દુર્લભ પીળા રંગના હીરાની શોધ કરી છે. આ હીરા 4.38 કેરેટ નો છે. અરકાનસાસ સ્ટેટ પાર્કે અહેવાલ આપ્યો છે કે, આ પાર્કમાં આ વર્ષનો સૌથી મોટો હીરા મળી આવ્યો છે.
કેલિફોર્નિયાના નોરીન રેડબર્ગ ગયા અઠવાડિયે પતિ માઈકલ સાથે ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્કમાં ફરી રહી હતી. 2011માં નિવૃત્ત થયા પછી, તે સતત અમેરિકાના ઘણા ઉદ્યાનોની મુલાકાતમાં લઈને સમય પસાર કરી રહ્યા છે. તાજેતરમાં હોટ સ્પ્રિંગ્સ નેશનલ પાર્કની મુલાકાત લેતા, તેને નજીકના ડાયમંડ સ્ટેટ પાર્કના ક્રેટર વિશે ખબર પડી હતી.
મહિલાના પતિએ કહ્યું, ‘તે દિવસે પાર્કમાં ઠંડી હતી, તેથી નોરીનને ખુલ્લા મેદાનમાં જવાનું કહ્યું, જ્યાંથી ધુમાડો આવી રહ્યો હતો. લગભગ 40 મિનિટ થઈ હશે કે પત્નીએ ચમકતી વસ્તુ જોઈ. મને ખબર નહોતી કે, તે હીરો છે. પરંતુ તે ખૂબ જ સુંદર અને તેજસ્વી હતો. તેથી અમે તેને ઉપાડી લીધો. અમે તે જ પાર્કમાં ડાયમંડ ડિસ્કવરી સેન્ટર સાથે તે હીરા લઈને ભાગી ગયા હતા. ઘણા પરીક્ષણો પછી, સ્ટાફે અમને કહીને આશ્ચર્યચકિત કર્યું કે, તમારી પાસે સૌથી મોટો પીળો હીરો છે.
તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું કે, અમે ગયા વર્ષે ઓક્ટોબર બાદ સૌથી મોટો હીરા શોધી કાઢ્યો છે. ખરેખર, આ પાર્કને હીરાની ખાણ કહેવામાં આવે છે. અહીં મુલાકાતીઓને હીરા શોધવાની છૂટ છે. 1906થી અહીં 75 હજારથી વધુ હીરાની શોધ થઈ છે. આ વર્ષે 258 મળી આવ્યા છે. એટલે કે, દિવસમાં એક કે બે વાર હીરા અહીં મળી આવ્યા છે.
અરકાનસાસ સ્ટેટ પાર્ક્સના જણાવ્યા મુજબ, મોટા ક્રેટર હીરાના શોધકો ઘણીવાર તેમના હીરાને નામ આપે છે, અને નોરીને તેના પતિના બિલાડીના બચ્ચાના નામ પરથી લ્યુસી ડાયમંડનું નામ આપ્યું છે. નોરીને કહ્યું કે, તે હજુ પણ નથી જાણતી કે તે તેના હીરાનું શું કરશે, પરંતુ કહે છે કે, ગુણવત્તાને આધારે તે તેને કાપી શકે છે, આ દુર્લભ હીરાની કિંમત હજી સુધી જાણી શકાઈ નથી.