સફરજન એક ખૂબ જ આરોગ્યપ્રદ ફળ છે. પરંતુ કોઈ પણ વસ્તુની સેવન ગમે ત્યારે કરવું તે હિતાવહ નથી..જો તમે યોગ્ય સમયે સફરજનનું સેવન ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. આટલું જ નહીં, આ સમસ્યા તમને એટલી પરેશાન કરી શકે છે કે તમને તમારા પેટમાં ભારે દુખાવો થઈ શકે છે.
સફરજન કયા સમયે ન ખાવું જોઈએ:
સલાહકાર ડાયેટિશિયન ડો. રંજના સિંઘ સૂચવે છે કે તમારે રાત્રે વધારે પ્રમાણમાં સફરજન ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે, આ તમારી પાચનની પ્રક્રિયા ખૂબ ધીમી બનાવી શકે છે અને સફરજનનું પાચન મુશ્કેલ થઈ શકે છે. આ પછી, તમને કબજિયાત અથવા ગેસને કારણે પેટમાં તીવ્ર દુખાવો પણ થઈ શકે છે. તમારે સવારે સફરજન ખાવું જોઈએ. જેથી તમને બધા સ્વાસ્થ્ય લાભ મળશે.
સફરજન ખાવાના ફાયદા:
ડાયેટિશિયન ડો.રંજના સિંહના જણાવ્યા અનુસાર, તમે સવારે અને બપોરે સફરજનનું સેવન કરવાથી નીચેના ફાયદા મેળવી શકો છો.
1-સફરજનમાં ફાઇબર હોય છે, જે તમારા શરીરમાં કોલેસ્ટરોલનું નિર્માણ અટકાવે છે.
2- જો તમે સવારે સફરજન ખાઓ છો, તો તેમાં હાજર ફાઇબર તમારા પેટ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સફરજનનું નિયમિત સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
3-સફરજનમાં ઘણા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ, વિટામિન-સી વગેરેને પ્રોત્સાહન આપે છે, જે તમને અનેક રોગોથી બચાવે છે.
4- ડાયાબિટીસના દર્દીઓ સરળતાથી સફરજનનું સેવન કરી શકે છે.
5- દરરોજ સફરજનનું સેવન કરવાથી શરીરની ધમનીઓ સારી રીતે કાર્ય કરી શકે છે. સફરજનમાં ફાઇબરનો બહુ મોટો સ્રોત છે જે કોલેસ્ટ્રોલના ગઠ્ઠા થતાં રોકે છે. આનાથી હૃદય સ્વસ્થ બને છે.
6-ભોજનમાં તૈલી, જંક ફૂડ અને વધારે પડતું ગળ્યું ખાઇએ છીએ જે લિવરમાં અનેક પ્રકારના ટોક્સિન્સ છોડે છે. સફરજન ખાવાથી લિવરનું બધું ટોક્સિન નીકળી જાય છે.
7- વિવિધ સંશોધનમાં હવે એ વાત પણ સાબિત થઇ ચૂકી છે કે સફરજનમાં એવાં અનેક તત્વો છે જે કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે. સફરજનને હંમેશાં છાલ સાથે જ ખાવું જોઇએ.