નવો મ્યૂટેંટ જે રીતે લોકોના ફેફસાને સંક્રમિત કરી રહ્યો છે અને તેનાથી બીજા અંગ પણ પ્રભાવિત થઇ રહ્યાં છે ત્યારે ત્રીજી લહેર ખતરનાક સાબિત થઇ શકે છે. ડૉક્ટરની સલાહ લઇને જ વર્તવુ જોઇએ.
માનસિકરૂપે પરેશાન લોકોને ખતરો
દેશમાં હેલ્થ પર બજેટ ખુબ ઓછુ ખર્ચ કરે છે . આપણા પોલિસી મેકર્સને હવે ધ્યાન આપવુ પડશે કે હવે એક અલગ બજેટ ફાળવવુ પડશે. બીજી લહેરમાં જે ઇન્ફેક્શન ફેલાયુ છે તેના પ્રભાવ બીજા ઓર્ગન પર પણ થયો છે. લિવર, કિડની, મેન્ટલ ઇમ્બેલેન્સ, હાર્ટ એેટેક અને ફેલ્યર સહિત ઘણા પ્રોબ્લમ જોવા મળે છે.
વર્તમાનમાં કોરોનાથી સાજા થયા બાદ પણ ઘણા મોત થઇ રહ્યાં છે. કોવિડમાં ખાસ કરીને જે ડિપ્રેસ્ડ છે અને ડરેલા છે, માનસિકરૂપથી પરેશાન છે તેમના પર વધારે હાવી થશે. દેશમાં યુવા બેન્ક અને ઓફીસમાં 10 કલાક કામ કરે છે જે ખુબ સ્ટ્રેસફૂલ હોય છે, તે જ આ મહામારીનું કારણ બનશે. જ્યારે તે 40 પાર કરશે ત્યારે ડાયબિટીસ, હાર્ટ, માનસિક રોગ અને કેન્સરના રોગી થઇ જશે.
પોતાને રાખો તૈયાર
ડૉ. ગુપ્તાએ કહ્યું કે સરકાર સાથે સામાન્ય લોકોએ પણ ત્રીજી લહેર માટે તૈયાર રહેવુ પડડશે. તેનુ એક જ સમાધાન છે સારી જીવનશૈલી. રોજ 20 મીનીટ સુધી ચાલો અને ખુલ્લી હવામાં વૉક કરો. 30 મિનીટ મેડિટેશન કરો અને 15 મિનીટ સ્ટ્રેચ કે યોગ કરો. શુગર ઓછી લો અને મેદસ્વિતાથી દુર રહો.
એસ્પ્રિન પાસે રાખો
હાર્ટ એટેક કે ફેલ્યરથી ઘણી મૃત્યુ થઇ રહી છે ત્યારે જે લોકોની ઉંમર 40થી ઉપર છે તેમણે એસ્પ્રિન દવા પાસે રાખવી પડશે. જો કંઇ તકલીફ થાય તો એસ્પ્રિન લઇ શકો છો અને ડૉક્ટરની સલાહ લેવાનુ ન ભૂલતા.
દવાઓના દુષ્પ્રભાવ
લોકો વિચારે છે કે બીપી, ડાયબિટીઝ હોય તો દવા લઇને સાજા થઇ જશે પરંતુ દવા લઇને તમે અસ્વસ્થ છે. દવા હાર્ટ પર પ્રભાવ રાખે છે. બિમારીની દવા લેતા પહેલા હંમેશા ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઇએ.