શા માટે બાથરૂમમાં જ સૌથી વધારે હાર્ટ એટેક આવે છે, જેમાં મોટાભાગના લોકો કરે છે આ ત્રણ ભૂલો..

હેલ્થ

વિજ્ઞાનની દ્રષ્ટિએ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે છે. લોહી દ્વારા આપના શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો આપણા શરીરમાં પહોંચે છે. પરંતુ જ્યારે તમારા હ્રદય સુધી ઑક્સીજન પહોંચાડતી ધમનીમાં પ્લાક જામવાને કારણે તકલીફ થાય છે. જેનાથી હ્રદયની ધડકન અસંતુલિત થઈ જાય છે. જેના કારણે હાર્ટએટેક અને કાર્ડિયક અરેસ્ટ થઈ જાય છે.

બાથરૂમ માં હાર્ટ એટેક આવવાના 3 મોટા કારણો

(1) સવારે જ્યારે આપણે ટોયલેટમાં જઈએ છીએ, ઘણી વખત આપણે પેટને સંપૂર્ણ સાફ કરવા પ્રેશર કરીએ છીએ. ભારતીય ટોયલેટનો ઉપયોગ કરતી વખતે લોકો વધુ પ્રેશર કરે છે. આ પ્રેશર આપણા હૃદયની ધમનીઓ પર વધુ દબાણ પેદા કરે છે. આ કારણે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે.

(2) તમે હંમેશાં જોયું હશે કે બાથરૂમનું તાપમાન આપણા ઘરના અન્ય રૂમ કરતા ઠંડું હોય છે. આ સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને જાળવવા માટે વધુ કામ કરવું પડશે. હાર્ટ એટેકનું પણ આ એક કારણ હોઈ શકે છે.

(3) આપણું બ્લડપ્રેશર સવારે થોડું વધારે હોય છે. આ સ્થિતિમાં, જ્યારે આપણે નહાવા માટે સીધા માથા પર વધુ ઠંડુ અથવા ગરમ પાણી નાખીએ છીએ, ત્યારે તે બ્લડ પ્રેશરને અસર કરે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

હાર્ટ એટેક થી બચવાના ઉપાયો

જો તમે ઇંડિયન ટોયલેટનો ઉપયોગ કરો છો, તો તે જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસો નહીં. આ રીતે તમે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટથી બચી શકો છો.

બાથરૂમમાં સ્નાન કરતી વખતે પાણીના તાપમાનનું ધ્યાન રાખીને પહેલા પગના તળિયાઓને ભીંજાવો. આ પછી, માથા પર હળવા પાણી રેડવું. આ પદ્ધતિ તમને બચાવી શકે છે. પેટ સાફ કરવા માટે વધારે દબાણ ન કરો અને ઉતાવળ પણ ના કરો.

જો અચાનક હાર્ટ એટેક આવે તો શું કરવું?

(૧) જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે છે, તો પહેલા તેના ટાઇટ કપડાં ખોલો અને જમીન પર સૂઈ જાઓ અને તેના માથાને સહેજ ઉપર કરો. તેમના હાથ-પગને ઘસવું, જેથી લોહીનું પરિભ્રમણ હૃદય તરફ આવે. એમ્બ્યુલન્સને પણ કોલ કરો અને તબીબી સહાય માટે કોલ કરો.

(૨) જો નસ કામ કરી રહી નથી, તો ત્યાં સુધી હોસ્પિટલ સીપીઆર કરો. દર્દીને ઉલટી આવે તો તેનું મોં એક તરફ કરીને ખોલી દો જેથી તેને શ્વાસ રુંધાય નહીં.

(૩) જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો નાકને આંગળીઓથી દબાવો અને તમારા મોંથી ધીરે ધીરે શ્વાસ આફો. 2-3 મિનિટ આ કરવાથી દર્દીના ફેફસાંમાં હવા ભરાઇ જાય છે.

હાર્ટ એટેકનાં 7 લક્ષણો

(1) છાતીમાં ભારે દુખાવો, (2) ચક્કર અથવા ઉલટી (3) અશાંત મન અને બેચેની

(4) શ્વાસની સમસ્યા (5) અતિશય પરસેવો થવો (6) નબળાઇની લાગણી

(7) તણાવ અને ગભરાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *